મોટી દુર્ઘટના ઘટી ! 50 પેસેન્જર ભરેલી બસ નર્મદા નદી મા ખાબકી… 12 લોકો ના મોત થયા જ્યારે
હાલના સમયમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હાલ જ મધ્યપ્રદેશમાંથી એ ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટવા પામી છે જેમાં આજે સવારે 10:00 વાગ્યાના આસપાસ પેસેન્જર ભરેલી બસ નર્મદા નદી માં ખાબકી હતી તેવી માહિતી મળી રહી છે.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો આજે સવારે 10 વાગ્યાની આસપાસ 50 જેટલા મુસાફરો ભરેલી બસ ખરગોન અને ધાર જિલ્લાની સરહદે નર્મદા નદીમાં પડી હતી. ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજ પરથી આ બસ નદી મા પડી હતી. ઘટનામાં જાણવા મળ્યું હતું કે આ બસ ઈન્દોર થી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જ ડ્રાઇવર એ બસ પરનો કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડી બસ 25 ફૂટ નીચે પડી હતી ત્યારે આ ઘટનાની જાણ ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

હાલ પોલીસ પ્રશાસનના વડા પાસેથી જાણવા મળ્યું હતું કે અત્યાર સુધીમાં બાર લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ આ ઘટના મા NDRF ની ટીમ પણ બચાવ કાર્ય મા જોડાઈ છે. જ્યારે ઇન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરને ઘટના પહોંચવાની દેશ આપ્યા છે.

આ બસ મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે જે આજે સવારે પૂણે થી ઇન્દોર જવા માટે રવાના થઈ હતી ત્યારે સામેથી આવતા વાહનને બચાવવા જતા ઘટના બની હોવાનું પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું હતું અકસ્માત રોકવા માટે બસ ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જ્યારે આ બસમાં કુલ 50 લોકો સવાર હતા જેને હાલ શોધખોળ ચાલુ છે.
