Gujarat

ગુજરાતી લોક ગાયક દેવાયત ખવડે ખરીદયું નવુ આલીશાન ઘર ! ઘરની અંદર ની તસ્વીરો જોઈ અક્કલ કામ નહી કરે….

આપણે સૌ જાણીએ છીએ હાલના સમય મા ગુજરાત સંગીત નો ઘણો સારો સમય ચાલી રહ્યો છે ગુજરાતી સંગીત ક્ષેત્રે હાલ અનેક લોક ગાયકો છે જેમણે દેશ મા જ નહી પણ વિદેશ મા પણ બનાવ્યું છે. જેમા ખાસ કરીને નામો ની ચર્ચા હોય તો કિર્તીદાન ગઢવી , માયાભાઈ આહીર , દેવાયત ખવડ, રાજભા ગઢવી, ગીતાબેન રબારી ,અલ્પાબેન પટેલ, કીંજલ દવે સહિત ના કલાકારો છે.

ગુજરાતના અનેક લોક ગાયકોએ જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે તેવા જ એક કલાકાર એટલે દેવાયત ખવડ…. દેવાયત ખવડે પોતાની વાણી અને ઇતિહાસ ની વાતો અને સંગીત થી સૌ કોઈ ના દીલ જીતી લે છે. ત્યારે આ કલાકારે હાલ જ એક આલિશાન બંગલા ની તસ્વીરો શેર કરી હતી અને એક વિડીઓ પોસ્ટ કર્યો હતો. અને લખ્યુ હતુ. “My new home..Sonal krupa”…

એટલે કે દેવાયત ખવડે નવુ મકાન લીધુ છે. આ ઘરની તસ્વીરો મા ઘર ઘણુ જ સુંદર લાગી રહ્યુ છે. ઘર ઘણુ વિશાળ છે અને તસ્વીરો મા જોઈ શકાય છે ઘર ઘણુજ સુંદર લાગી રહ્યુ છે અને ઘર ના અલગ અલગ રુમ અને વિશાળ હોલ છે આ ઉપરાંત ઘર ની અંદર એક સુંદર મંદિર પણ બનાવવા મા આવ્યુ છે અને ઘરની અનેક દીવાલો પર દેવાયત ખવડ ની તસ્વીરો લાગેલી છે.

જો દેવાયત ખવડ ની વાત કરવામા આવતો તેવો એક નાનકડા ગામ દુધઈ ના વતની છે. તેઓએ 1 થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો પરંતુ તેને ભણવા મા રસ ન હતો. અને નાનપણ થી જ ગાવા નો શોખ ધરાવતા હતા દેવાયત ખવડ અને તેમના પરીવાર ની ખુબ જ નબળી પરીસ્થીતી હતી. જ્યારે દેવાયત ખવડે ઈશરદાન ગઢવી ને સાંભળવાનુ શરુ કર્યુ અને ગાવા નુ પણ શરુ કર્યુ.

દેવાયત ખવડે જીવન મા ઘણો સંઘર્ષ જોયો છે શરુવાત મા નાના સ્ટેજ મા અને સમય જતા મોટા સ્ટેજ પણ મળ્યા અને ઘણી મહેનત અને લોકો ચાહના થી તેવો આજે ગુજરાત જ નહી પણ વિદેશ મા પણ સારા એવા પ્રોગ્રામ કરે છે. દેવાયત ખડવ ની લોકો ચાહના વધારે યુવા વર્ગ મા જોવા મળે છે. દેવાયત ખવડ ના મુખે વિરતા ની વાતો હંમેશા સાંભળવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!