Viral video

એક બે નહી ત્રણ સાપની પ્રણયક્રીડા કેમેરામાં કેદ થઈ! વિડીઓ જોઈ ચોંકી જશો

સોશિયલ મીડિયામાં તમે અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલમાં જ સોશિયલ મિડિયામાં એક બે નહી ત્રણ સાપની પ્રણયક્રીડા કેમેરામાં કેદ થઈ! વિડીયો જોઈને ચોંકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ રસપ્રદ અને આશ્ચય જનક છે. એકી સાથે ત્રણ સાપની પ્રણય ક્રિડા ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે હાલમાં આ વીડિયો વાયરલ થતા લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યો છે. ચાલો આ વિડિયો વિશે વધુ જાણીએ.

આપણે જાણીએ છે કે, સંસ્કારી નગરી વડોદરા મગર માટે ખૂબ જ જાણીતું છે. ખાસ તો ચોમાસુ આવે એટલે શહેરામ મગર ફરવા નીકળે છે. હાલમાં જ હવે વડોદરા શહેરમાં ત્રણ સાપનો અનોખો વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે બે સાપની પ્રણયક્રીડાના વીડિયો જોયા હશે, પરંતુ વડોદરામાં એકસાથે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યાં.

આપણે અત્યાર સુધી માણશોમાં લવ લવ ટ્રાયએન્ગલ જોયેલું પણ સાપમાં લવ ટ્રાયએન્ગલ પહેલીવાર જોવા મળ્યું છે ખરેખર આ ઘટનાનો વીડિયો જોવામાં પણ એટલો જ વધુ રોમાંચ જગાવે એવો છે, આ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ વીડિયો વડોદરા પાસેના સિંઘરોટ ગામ પાસેનો છે. તમને ખ્યાલ નહિ હોય કે, સિંઘરોટ એ લીલોતરીવાળો પ્રદેશ છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સુંદર બની જાય છે ત્યારે વન્ય જીવો પણ આ સુંદરતા માણવા વિચરણ કરે છે.

આ વીડિયો જોઈને સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું.
હવે વિચાર કરો કે જે લોકોએ રુબરુ આ દ્ર્શ્ય જોયું હશે એને એ કેવો અનુભવ થયો હશે. આવા દ્ર્શ્ય નર અને માદા સાપ ભેગા થાય ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે પણ આ વીડિયોમાં એક અન્ય ત્રીજો સાપ પણ આ પ્રણય ક્રિડાનાં જોડાય છે. હાલ આ વીડિયો પ્રકૃતિ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. મોટે ભાગે માદા સાપને રીઝવવા બે સાપ લડાઇ કરતા હોય છે અને જે સાપ જીતે તે માદા સાથે સમાગમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!