Gujarat

સુરત મા બહેન ને શારીરિક અને માનસિક ત્રાસ આપતા ભાઈએ ધડાધડ ફાયરિંગ કરી બનેવી ને મોત ને ઘાટ ઉતાર્યો ! ઘટના cctv મા કેદ..

ખરેખર દિવસે ને દિવસે એવા ગંભીર બનાવો બનતા હોય છે, જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચય પામી જતા હોવ છો. ખાસ કરીને પ્રેમ પ્રકરણ અને વ્યાજખોરી તેમજ લૂંટ અને પારિવારિક બદલાને કારણે હત્યાના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક સાળા એ પોતાના પોતાના બનેવીને પર ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાજીને ગળાની ડાબી બાજુ જમણા કાનની ઉપર અને પીઠની જમણી બાજુ ગોળી વાગતા તેનું મોત થયું હતું.

આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે, ક્યાં કારણોસર આ ઘટના બની છે.સૂત્ર દ્વારા જાણવા મુજબ સુરતના લાલ ગેટ નાણાવટ વિસ્તારમાં ગઈકાલે11 વાગ્યે ફૈયુ સુકરીએ નામન વ્યક્તિએ પોતાના બનેવી હાજી અંજીર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી કરપીણ હત્યા કરી નાખી. આ તમામ ઘટના સીસીટીવીમઆ કેદ થઈ ગયેલા.

જેમાં ફાયરિંગ બાદ આરોપી ટુ-વ્હીલર પર નાસતો દેખાય છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ફૈયુ સુકરીની પિતરાઇ બહેને પતિ હાજી અંજીર શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ કરી હતી. બહેન સાથે દુર્વ્યવહારનો બદલો લેવા પોતાના જ બનેવી ને મારી નાખતા પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.

આ ઘટના ચોંકાવનારી વાત એ છે કે, હાજી અંજીરની પત્નીએ તેના પિતરાઇ ભાઈ સુકરીને આ બાબતે વાત કરી હતી. જેણે અદાવત રાખીને સુકરીએ મોડી રાત્રે હાજીને ગોળી મારી હત્યા કરી હતી. નાણાવટ નેશનલ બેકરીની બાજુમાં મોહમદી એપાર્ટમેન્ટમાં રહેતા મોહમદ બીલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન ઉનાવાલા કુખ્યાત આરોપી આરીફ મીંડીનો જમાઈ થાય છે.સુકરી હજુ થોડા સમય પહેલા જ પેરોલ પર બહાર આવ્યો હતો. આવતા જ વેંત ફરી એક હત્યા કરતા હવે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!