Gujarat

અમદાવાદ અને વડોદરા થી માત્ર 1:30 કલાંક ની અંતરે આવલું છે આ ખુજ જ સુંદર સ્થળ ! ચોમાસા મા મુલાકાત લેવાનું નો ભુલતા…

ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સૌથી સુંદર ફરવાલાયક સ્થળ વિશે અમે આજે જણાવીશું.અમદાવાદ અને વડોદરા થી માત્ર 1:30 કલાંક ની અંતરે આવલું છે આ ખુજ જ સુંદર સ્થળ છે અને એમાં પણ નર્મદા કાંઠાની સુંદરતા અકલ્પનિય હોય છે, નર્મદા જિલ્લો યાદ આવતા તમને પહેલા સાપુતારા યાદ આવશે પણ આજે અમે આપને નિનાઈ ધોધ વિશે જણાવશું. નિનાઈ ધોધની સુંદરતા સ્વર્ગરૂપી છે.કુદરતી સૌંદર્ય જોઈને તમને કાશ્મીર જેવી અનુભતી થશે.

આ પ્રવાસ સ્થળમાં નિનાઈ ધોધ આવેલ છે. ખાસ વાત એ છે કે, સાતપૂળાની પર્વતો અને જંગલો વચ્ચે ખળખળ વહેતી નદી અને ઝરણા સાથે મન મુકીને ખીલેલી પ્રકુતિનું સૌંદર્ય જોતા જ બને છે.

હાલ ચોમાસું ચારી રહ્યું છે ત્યારે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોમાં જે 3-4 દિવસના લોંગ વીકેન્ડમાં અહીંનો કુદરતી નજારો જોવા લાઈફમાં એકવાર તો જરુર જવુ જ જોઈએ. ખરેખર આ સ્થાન પર પહોંચી ને તમે અનોખી અનુભૂતિ કરી શકો છો.


નીનાઈ ધોધની મનમોહક સુંદરતાને માણવા આવતા પ્રવાસીઓ અહીં પ્રકૃતિના ખોળે ધોધમાં સ્નાન કરવાનો લ્હાવો માણવાનું ચૂકતા નથી. નીનાઈ ધોધની ઉંચાઈ 30 ફૂટથી વધુ છે. તે ડેડીયાપડાનાં સુંદર જંગલોમાં શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત આવેલ છે.

વન વિભાગ દ્વારા આવનાર પ્રવાસીઓને ઓનલાઇન બુકિંગથી લઇને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પ્રવાસીઓની સેવામાં વન વિભાગ નીનાઈ ધોધ સગાઈ રેન્જ ખાતે કર્મચારીઓ અને વન સમિતિના લોકો તૈયાર છે.જો તમે એડવેન્ચરનાં શોખીન હશો તો તમને અહીં મઝા આવશે..

નિનાઈ અને ઝરવાણી ધોધ જવાનું સાથો સાથ અહીંયા પાસે આવેલ અન્ય રોમાંચક અને આકર્ષક સ્થળો આવેલ છે. જેમકે શૂલપાણેશ્વર મંદિર, શૂલપાણેશ્વર અભયારણ, રાજપીપળામાં આવેલું હરસિદ્ધ મંદિર, રાજપીપળાનો રાજવંત પેલે, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ, ઝરવાણી ધોધ અને દુનિયામાં ખ્યાતી મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર પણ તમે આનંદ માણી શકો છો તેમજ બાજુમાં સ્વામીનારાયણ ભગવાનનું નીલકંઠ ધામ આવેલ છે, આ ચોમાસામાં નર્મદા કાંઠે પહોંચી પ્રકૃતિનો આનંદ માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!