દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મમાં રીટા અને દેવી રુકમણીનું પાત્ર ભજવનાર અભિનેત્રી આજે દેખાય છે, આવા કે તમે ઓળખી નહિ શકો! જુઓ તસ્વીરો.
આજે આપણે ગુજરાતી સિનેમાની એવી લોકપ્રિય અભિનેત્રી વિશે વાત કરીશું, જેણે 90નાં દાયકામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી તેમજ તેમણે પ્રખ્યાત હિન્દી ધારાવાહિક શ્રી કૃષ્ણમાં દેવી રુકમણીનું પાત્ર ભજવ્યું હતું. આજે તેઓ ગુજરાતી ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે. તેમણે માત્ર એક ગુજરાતી ફિલ્મ દ્વારા એવી લોકપ્રિયતા મેળવી કે આજે પણ લોકો તેમને વિલેનનાં પાત્રમાં ઓળખે છે. આ અભિનેત્રી એટલે દેશ રે દાદા જોયા પરદેશ જોયા ફિલ્મમાં રિટાનું પાત્ર ભજવનાર પિંકી પરીખ.

બોલીવુડની જેમ ઢોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જે અચાનક જ ગુજરાતી સિનેમાથી વિદાય લઈ લીધી હોય અને વરસો પછી એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું હોય. પિંકી પરીખ પણ એવા જ અભિનેત્રી છે, જેમણે ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી અને આજે ઘણાં લોકો તેને ઓળખતા પણ નહીં હોય કારણ કે તેઓ આજે તેઓ એટલા બદલાય ગયાં છે, કે ભાગ્યે જ તેમને કોઈ પહેલી નજરના ઓળખી જાય. અભિનયની દુનિયામાં તેમણે 2019માં કમબેક કર્યું.

પિંકી પરીખે માત્ર 15 વર્ષની ઉંમરે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું તેમની માતા જયશ્રી પરીખ પણ ગુજરાતી સિનેમાનાં પીઢ અભિનેત્રી હતા, વારસામાં જ મળેલ અભિનયની કળાથી તેમણે ચલચિત્રોની દુનિયામાં ખૂબ જ નામના મેળવી. તેમને સૌથી વધારે લોમપ્રિયતા રામાનંદ સાગરની 1994માં આવેલી ધારાવાહિક શ્રી કૃષ્ણ માં રુકમણિનાં પાત્ર થી મળી હતી

.આ સિરિયલ થી તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. આ બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમાં 1998માં દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને આ ફિલ્મ માટે તેમને નેગેટિવ રોલ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા અને ગુજરાતી ફિલ્મો થી તેઓ દૂર થઈ ગયા તેમનું એક માત્ર કારણ હતું કે સાસુ-સસરાની તબિયત સારી રહેતી નહોતી. આથી જ કામ કરવાનું ધીમે ધીમે ઓછું કરી નાખ્યું હતું. વિરલ દેસાઈ ટેક્સ્ટાઈલ એન્જીનિયર છે પણ હાલમાં રિયલ એસ્ટેટનું કામ કરે છે.

પોતાનું લગ્નજીવન પસાર કરવા લાગ્યા આજે તેમને ત્યાં બે સંતાન છે. એક દીકરો અને એક દીકરી. તેઓ એક માતાની ભૂમિકા પણ સારી રીતે ભજવી ખાસ વાત એ કે, 10 વર્ષ પછી તેમણે 2019માં મોંન્ટુની બીટ્ટુ ફિલ્મ થિ કમબેક કર્યું હતું અને હવે તેઓ હાલમાં અનેક ગુજરાતી વેબ સિરીઝ અને ગુજરાતી ધારાવાહિક નાની વહુની મોટી બા સીરિયલમાં કામ કરી રહ્યા છે.
