India

ભારતના આ ઉદ્યોગપતિએ 50 વર્ષની કમાણીનાં 600 કરોડ રૂ દાન કરી દીધા! પોતાને માટે ફક્ત ઘર રાખ્યું, જાણો કોને મળી આ સંપત્તિ…

દાન કરવું એ ખૂબ જ મોટું કાર્ય છે. આજના સમયમાં લોકો 1 રૂ દેવામાં સો વાર વિચાર કરે છે, ત્યારે આજે અમે આપને જણાવીશું એક એવા વ્યક્તિ વિશે, જેમણે પોતાના જીવનભરની કમાણી એક પળમાં દાનમાં આપી દીધી અને પોતાના માટે માત્ર એક ઘર રાખ્યું. આ વ્યક્તિ એટલે મુરાદાબાદના ઉદ્યોગપતિ ડૉ.અરવિંદ કુમાર ગોયલ. ચાલો આપણે વિગતવાર જાણીએ કે શા માટે તેમને આવું કર્યું છે.

પોતાના જીવનની 50 વર્ષની કમાણી એટલે કે આશરે રૂપિયા 600 કરોડ જેટલી સંપત્તિ દાનમાં આપી દીધી. માત્ર પોતાના માટે એક રહેવા માટેનું ઘર રાખ્યું. ડૉ.ગોયલ બિઝનેસમેન છે તેમજ તે સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા છે. ગોયલના સહયોગથી છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં સેંકડોની સંખ્યામાં વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને ફ્રી હેલ્થ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં આશરે 50 ગામોને તેમણે દત્તક લઈ લોકોને ફ્રીમાં ભોજન તથા દવાઓ ઉપલબ્ધ કરાવી હતી.

તેમણે મુરાદાબાદ ઉપરાંત પ્રદેશના અન્ય ભાગો તથા રાજસ્થાનમાં પણ તેઓ શાળા-કોલેજ તથા એન્જીનિયરિંગ કોલેજ ધરાવે છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સના તેમને રહેઠાણ સિવાય તેમણે બાકીની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ દાન સીધા રાજ્ય સરકારને આપ્યું છે, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી શકાય.

તેમના પરિવારમાં પત્ની રેણૂ ગોયલ ઉપરાંત તેમના બે દીકરા અને એક દીકરી છે. તેમના મોટા દીકરા મધુર ગોયલ મુંબઈમાં રહે છે. નાનો દીકરો શુભમ પ્રકાશ ગોયલ મુરાદાબાદમાં રહી સમાજસેવા તથા બિઝનેસમાં પિતા સાથે છે. દીકરી લગ્ન બાદ બરેલીમાં રહે છે. તેમના દીકરા કે પરિવારના કોઈ સભ્યનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે ત્રણેય બાળકો તથા પત્નીએ ગોયલના નિર્ણયને આવકાર્યો છે.

હ્યું તેઓ ઈચ્છે કે તેમની તમામ સંપત્તિ ગરીબોની સેવામાં કામ આવે. જીવનનો કોઈ ભરોસો નથી. માટે જીવી રહ્યા છીએ ત્યારે જ મારી સંપત્તિને યોગ્ય હાથમાં સોંપી દીધી છે. તેનાથી અનાથ, ગરીબ અને અસહાય લોકો માટે તે કામમાં આવી શકે. ​​​​​​​ડૉં. ગોયલે રાજ્ય સરકાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમની સંપત્તિનું વેચાણ કરી જે પણ નાણાં મળે તેનાથી ગરીબોની મદદ કરવામાં આવે.

આ સાથે પાંચ સભ્યની સમિતિની રચના કરવામાં આવે. તેમા ત્રણ સભ્ય તેઓ નક્કી કરશે. અન્ય બે સરકાર તરફથી નક્કી કરવામાં આવશે. આ સમિતિ સંપૂર્ણ સંપત્તિને યોગ્ય કિંમતથી વેચાણ કરી જે નાણાં આવશે તે અનાથ અને નિસહાય લોકોને ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!