પોલીસજવાને ટ્રકને રોકવા આડી ગાડી નાખી તો ટ્રકચાલકે ટ્રક પોલીસ જવાન પર ચડાવી દેતા કમકમાટીભર્યું મોત નિપજ્યું
છેલ્લા ત્રણ દિવસ મા ગુજરાત,હરિયાણા અને ઝારખંડ રાજ્ય મા એક સમાન ઘટના ઓ સામે આવી છે જેમા વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યા કરવામા આવી છે. બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા પોલીસ જવાન સાથે આ ઘટના બની હતી જેમા ટ્રક ચાલક ને રોકવા જતા ટ્રક ચાલકે ટ્રક ભગાડયો હતો જેનો પિછો કરતા ટ્રક ચાલકે પોલીસ જવાન પર ટ્રક ચડાવી દીધો હતો.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો બોરસદ ના ટાઉન પોલીસ મા ફરજ બજાવતા પોલીસ જવાન કિરણસિંહે ગત રાત્રી ના પોતાની નાઈટ ડયુંટી મા ફરજ બજાવી રહ્યા હતા અને વાહનો નુ ચેંકીંગ કરી રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલક ને ટ્રક રોકવાનું કહ્યુ હતું ત્યારે ટ્રક ચાલકે ટ્રક હંકારી લીધો હતો જ્યારે બાદ કિરણસિંહ એ આ ટ્રક ચાલક નો પીછો કર્યો હતો.

ટ્રક ચાલક નો પીછો કરતા કિરણસિંહે ટ્રક ચાલક ની આગળ નીકળી ગયા હતા અને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલેકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી અને કિરણસિંહે ને ગંભીર ઈજાઓ પહોંચતા કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોટા પ્રમાણ મા પોલીસ પરીવાર ના સભ્યો હાજર રહ્યા હતા. જયારે કિરણસિંહે નુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ.
જો કિરણસિંહે ની વાત કરવામા આવે તો તેવો 2006 થી તેવો પોલીસ બેડા મા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમની પત્ની નુ પણ ચાર વર્ષ અગાઉ મોત થયું હતું અને પરીવાર મા બે સંતાન છે. માતા ના મૃત્ય બાદ પિતા નુ પણ મોત થતા બે સંતાન પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
આ અંગે આણંદ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણએ જણાવ્યું હતું કે,પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ગુનેગારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
