Gujarat

દારુ ની હેરફેર માટે બુટલેગર નો નવો કીમીયો જોઈ તમે પણ માથું પકડી લેશો ! આવી રીતે થતી હતી લાખો…

ગુજરાતમાં દારૂબંધી ના કારણે બુટલેગરો ગુજરાતમાં દારૂકડવા માટે અવનવા કરતા હોય છે અને પોતાનું ચલાવીને ગુજરાતમાં દારૂનું દુષણ ફેલ આવે છે ત્યારે હાલ જ દારુ ની હેરફેર માટે નો વિચિત્ર કીમીયો સામે આવ્યો છે જેમા લાખો રુપીયા નો દારુ પોલીસે પકડી પાડ્યો છે અને સમગ્ર ષડયંત્ર નો પર્દાફાશ કર્યો છે.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો વાસદથી તારાપુર હાઇવે ઉપર આવેલા બોચાસણ ગામના નવા બનેલા ટોલનાકા પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઉભો રખાવી ચેંકીંગ હાથ ધરતાતેમાંથી પતરાંના તેલના 240 નંગ ડબ્બા મળી આવ્યા હતા. તમામ તબ્બા ખોલતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી. ડબ્બાની અંદર વિદેશી દારૂ ભરેલો હતો.

દારુ ભરેલા ટેમ્પા ની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ ને બાતમી મળી હતી અને તપાસ કરતા આ સમગ્ર ષડયંત્ર નો ભાંડો ફૂટયો હતો અને ટેમ્પા મા ડ્રાઇવર તરીકે 28 વર્ષીય દેવીશંકર ઉમેદસિંહ મેઘવાલ તથા તેના જાેડીદાર તરીકે 25 વર્ષીય રાજેશ બલીરામ મેઘવાલ બેઠા હતા. જ્યારે આ દારુ ના જથ્થા ને ટેમ્પા સાથે ચોંકી એ લાવી ને ગણતરી કરવા મા આવી હતી.

ગણતરી મા સામે આવ્યુ હતુ કે આ ડબ્બાઓ માથી ખુલ 1779 નંગ બોટલ મળી હતી જેની કીંમત 8.10 લાખ થાય છે. પોલીસ પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના કર્નાલમાં રહેતા વિક્રમ નામના શખ્સે મોકલ્યો હતો. અને તે તારાપુર ખાતે રહેતા ભરત ફૂલા પરમારને ત્યાં ઉતારવાનો હતો. પોલીસે આ ઘટના મા કુલ 10.71 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે કુલ ચાર લોકો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વોન્ટેડ બેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!