Gujarat

માથભારે વ્યાજખોર મહીલા ના ત્રાસ થી યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે ” વ્યાજ ભરતો હતો છતા..

દિવસે ને દિવસે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. માથભારે વ્યાજખોર મહીલા ના ત્રાસ થી યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે તમે જાણીને આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના દરેક લોકો માટે ચેતવણી રૂપ સમાન છે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતો જણાવીએ.

આ ઘટના અંગે સંપૂર્ણ વાત જાણીએ એ પહેલાં એક ખાસ વાત જાણીએ કે,મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકે જીવ તો ત્યજી દીધો પણ આ દુઃખદ બનાવના લીધે બે બાળકો નિરાધાર થયા છે. હાલમાં તો પોલીસે આરોપી મહિલાને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કેવા ખુલાસાઓ સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ આ ઘટનામાં શું બન્યું.

વેજલપુરના જુહાપુરામાં રહેતા 46 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી.મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા 10 વર્ષ સુધી યુવકે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ મહિલાએ જાનથી મારી નાખવા ધમકીઓ આપતી હોવાને કારણે યુવાને જીવન ટૂંકાવી દીધું પણ યુવામે આત્મહત્યા પહેલા યુવકે લખેલી સુસાઈડ નોટના લખેલ.

હેર સલૂનનમાં કામ કરનાર આ યુવાનની અંતિમવિધિ પૂર્ણ કરીને પરિવારજનો ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં તપાસ કરતા મૃતકના પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે ચિઠ્ઠી વાંચતા મૃતકની આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું હતું જેમાં શાહઅલમ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ શેખનાં કારણે આત્મહત્યા કરી એ પોલીસને જાણવા મળેલ.

સુસાઇડ નોટમાં એ પણ વિગતો સામે આવી છે કે મૃતકે અત્યારે સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીન બાનુ પાસે લીધા તે પૈસા વ્યાજ સાથે પરત આપી દીધા છે તેમ છતાં પણ આરોપી મહિલા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેના કારણે મૃતક સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી પરિવારજનો સાથે વાતચીત પણ કરતો ન હતો.આ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે મહિલા સામે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!