ફરજ અર્થે જીવ ત્યજી દેના બહાદૂર કોન્સ્ટેબલનો દેહ થયો પંચમહાભૂતોમાં વિલિન! ભાઈએ જણાવીએ તેમની સઘર્ષની દુઃખદ કહાની..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ આણંદ જિલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ સાથે બુધવારે મોડી રાત્રે આણંદ ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન દુઃખ બવાવ બન્યો હતો. રાત્રે 1 વાગ્યે શંકાસ્પદ ટ્રેલર આવતું દેખાતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે ટ્રેલર ઊભું ન રહેતાં તેમણે પોતાની પ્રાઇવેટ કારમાં તેનો પીછો કર્યો હતો અનેઅશોક પાર્ક પાસે સર્વિસ રોડ પર ગાડી ઊભી કરી હતી, પરંતુ ટ્રક-ડ્રાઇવરે ગાડીથી તેમની કારને ટક્કર મારતાં મરણતોલ ઇજાઓને કારણે આશરે 11 કલાક પછી બીજા દિવસે સવારે તેમનું મૃત્યુ થયું હતું.સન્માન સાથે કિરણસિંહના અંતિમસંસ્કાર કરાયા હતા. હાજર સૌકૌઈની આંખો ભીની થઈ ગઈ હતી.
કિરણભાઈના ભાઈએ જણાવેલ કે, તેમના પતિએ બાળપણમાં ખૂબ ગરીબી જોઈ છે. ખેતીકામ અને મજૂરી કરીને ભણવા જતા. કોલેજ સમયે આણંદના બજારમાં હાથરૂમાલ અને મોજાની ફેરી કાઢતા. એ પછી ડેરીમાં પણ નોકરી કરી હતી. ત્યાં આઈસક્રીમ પેક કરતા હતા. તેમને પહેલેથી જ આર્મીમાં જવું હતું, પરંતુ એ વખતે તેમની હાઇટ થોડી નાની પડી, એટલે પોલીસ વિભાગમાં જોડાયા. દસમા-બારમામાં ભણતા ત્યારથી લઈ કોલેજમાં પણ તેઓ આર્મીમાં જવાની જ તૈયારી કરતા હતા. તેમનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને બે બાળક છે. એક અકસ્માતે અમારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો,’
કિરણસિંહનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને સંતાનમાં બે બાળક છે નાનો નવ વર્ષનો છે, જ્યારે મોટો સોળ વર્ષનો છે. સિવાય પરિવારમાં હું અને મારાં માતા-પિતા છીએ. ઘટના બની એ રાત્રે તેમની નાઈટ ડ્યૂટી હતી ત્યારે સાથે એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ હતા. આર્થિક મદદમાં હાલ સુધીમાં પોલીસ સહાય મળે એ મળી છે. બીજું, ઓનલાઇન પણ લોકો દ્વારા રૂપિયા મોકલવાના ચાલુ છે.’
PI ડી.આર. ગોહિલએ વધુમાં કહ્યું, ‘આ ઉપરાંત ગઈ 12 તારીખની જ વાત છે. નૂપુર શર્માની ઘટના બની એના બીજા દિવસની વાત છે. એ રાયોટિંગમાં બે દવાખાનાં સળગ્યાં હતાં અને હુમલામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચાડી હતી. વાહનો સળગાવ્યાં હતાં. પોલીસની ગાડીઓ ડેમેજ થઈ હતી. પોલીસકર્મીઓને પણ વાગ્યું હતું. અમે રાયોટિંગનો ગુનો દાખલ કરીને 50 જેટલા આરોપીઓને પકડી લીધા હતા.
આ આખી કાર્યવાહીમાં કિરણસિંહે કાબિલેદાદ કામગીરી કરી બહાદુરીનાં દર્શન કરાવ્યાં હતાં.’ પોલીસ વિભાગે તેમનાં બે સંતાનોના ભવિષ્ય માટે મદદરૂપ થઈને અમે ફંડ ભેગું કરવાનું આયોજન કર્યું છે. જેથી તેમનાં બાળકોના શિક્ષણની જે જરૂરિયાત હોય એ અમે પૂરી કરીશું અને અમે ભાઈના એકાઉન્ટ નંબર જાહેર કર્યા છે, જેમાં બધા પોતપોતાની રીતે નાની-મોટી મદદ મોકલી રહ્યા છે.’