Gujarat

જાણો કોણ છે?? અર્પિતા મુખર્જી જેના ઘરે થઈ ઢગલા મોઢે કરોડો રુપિયા મળી આવ્યા……

હાલમાં જ ભારતનાં પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમીશનના ગ્રુપ સી તેમજ ગ્રુપ ડી કર્મચારીઓ અને શિક્ષકોની ભરતીમાં મોટા પાયે ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે રૂપિયાની લેવડદેવડની તપાસ માટે હવે EDની એન્ટ્રી થઈ છે. આ મામલે પાર્થ ચેટર્જીની ગત 26 એપ્રિલ અને 18 મેનાં રોજ CBIએ પૂછપરછ કરી હતી EDના દરોડા બાદ અર્પિતા મુખર્જી ચર્ચામાં આવી ગઈ છે.

આખરે કોણ છે અર્પિત મુખર્જી અને તેમના બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સાથે શું સંબંધ છે? અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેને કોઈ ઓળખ હજુ સુધી મળી નથી. અર્પિતા મુખર્જીના ઘરમાંથી 21 કરોડ રૂપિયા રોકડા, 20થી વધુ મોબાઈલ ફોન અને 50 લાખ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે.

અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચુકી છે પણ તેને હજુ સુધી કોઈ ખાસ ઓળખ મળી નથી. અર્પિતાએ બાંગ્લા ઉપરાંત ઉડિયા અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.અર્પિતાને પાર્થ ચેટર્જીની કાયદાકીય સલાહકાર જણાવવામાં આવી રહી છે. એક દુર્ગા પૂજાના પંડાલમાં CM મમતા બેનર્જી, પાર્થ મુખર્જી સાથે અર્પિતા મુખર્જી જોવા મળી હતી. હાલમાં આ કૌભાળ ને લીધે અર્પિતા કેન્દ્રમાં રહી છે.

આ ઘટના નાં કારણે TMCના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા આપવામાં મોડું નથી કર્યું. TMC દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનો અર્પિતાના ઘરેથી જપ્ત થયેલા પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકોના નામ SSC સ્કેમમાં સામે આવ્યું છે તેમને જવાબ આપવા જોઈએ. જો કે ભાજપ TMCના આ જવાબથી સંતુષ્ટ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!