અમદાવાદમાં મળેલા માનવ અંગોમાં મોટો ખુલાસો, પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું અને હાથ કાપી નાંખ્યા હતા…
આપણે જાણીએ છીએ કે આજના સમયમાં લોકો પોતાના સ્વાદ ખાતર પોતાના જ પ્રિયજનોને પણ મોત તેને ઘાટ ઉતારવામાં એક પળ પણ નથી વિચારતા. જે વ્યક્તિ જીવનભર તેમની સાથે રહી હોય એ જ વ્યક્તિને એક પળમાં કોઈ કઈ રીતે મારી શકે અને એ પણ પોતાના માતા પિતા અથવા સંતાનોને! આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચૂકાવારી ઘટના સામે આવી છે.
અમદાવાદમાં મળેલ માનવ અંગોમાં એક ખૂબ જ મોટો ખુલાસો સામે આવ્યો છે, આ ઘટનામાં જાણવા મળ્યું છે કે પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું અને હાથ કાપી નાખ્યા હતા.હાલમાં જ અમદાવાદ શહેરમાં વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું તેમજલો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ બાદ આ ઘટનામાં ખૂબ જ ચોંકાવનાર ખુલાસો થયો છે, દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચેઝઘડો થયો હતો. જેમાં પિતાએ જ પોતાના દીકરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં મહત્ત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા.આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, એક સિનિયર સિટીઝન એર પોલિથીન બેગમાં મનુષ્ય અંગો સીડીમાંથી ઉતારતા અને એક્ટિવા પર લઈ જતા દેખાય છે.
પોલીસને સીસીટીવ ફુટેજમાં શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું માનવામાં આવે છે. તે પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુને લઈ જતા સીડી ઉતરતાં દેખાય છે. ત્યારબાદ તે એક્ટિવા પર બેગમાં લઈને જતાં દેખાય છે. હાલમાં આ ઘટના આગળની કાર્યવાહી હાથ ધરી છે.