Gujarat

રાજકોટના યુવાનોએ એવું ભેજું દોડાવ્યું કે, ATM ને કમાવવાનું સાધન બનાવ્યું! આ એક ટ્રિકનાં લીધે બેંક થાપ ખાઈ ગઈ…

દિવસે ને દિવસે અનેક પ્રકારની ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે, હાલમાં જ રાજકોટ શહેરમાં એવો બનાવ બન્યો કે, બેંન્ક સાથે જ છેતરપિંડી થઈ ગઈ. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર છે. અત્યાર સુધી તમે જાણ્યું હશે કે, ગ્રાહક સાથે છેતરપીંડી થતી હશે પણ આ તો બેંક સાથે જ થઈ ગઇ. આરોપી પાસે ચોકી અને હત્યા કરવા માટે એવો દિમાગ ચલાવે કે પોલીસ પણ થાપ ખાઈ જાય છે.

આવો જ બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઇ છે. આરોપીઓએ એવી ટ્રિકનો ઉપયોગ કર્યો હતો કે બેંક પોતે જ છેતરાઈ ગઈ હતી અને બેંક સામેથી રુપિયા જમા કરાવી દીધા હતા. આ ઘટનાં અંગે જાણવા મળ્યું હતું કે, પોલીસે તપાસ હાથ ધરતા ગાંધીગ્રામ પોલીસે આંતરરાજ્ય ગેંગના ચાર શખ્સો મહમદ અહેમદ ઇસ્માઇલભાઇ બુમ્બીયા, કરણભાઇ હરીશભાઇ ઉનડકટ, તાલીબહુશેન હામીદહુશેન મેઉ, અને મુબીનખાન નુરમોહમદ મેઉની ધરપકડ કરેલ.

આ ઘટનામાં બે વ્યક્તિઓ રાજકોટના અને બે શખ્સો હરીયાણાના છે. આરોપીઓ પાસેથી મોબાઈલ તેમજ અલગ અલગ બેંકના કુલ 22 ATM કાર્ડ અને HDFC બેંકની 3 પાસબુક કબજે કરેલ અને ખાસ વાત એ છે કે, તેમણે પોતાનું HDFC બેંકનું ATM કાર્ડ SBI બેંકના ATM મશીનની અંદર પૈસા ઉપાડવા ટ્રાન્જેક્શન કરતા અને બેન્ક ને છેતરતા.પૈસા ઉપાડતી વખતે તેઓ ATM મશીનના આઉટર બોક્સમાંથી બહાર આવે એટલે પૈસા ઉપાડી લઈ ATM મશીનનુ આઉટર બોક્સ બીજા હાથે પકડી રાખી બંધ થવા દેતા ન હતા.

જેથી મશીનમાં એરર આવતી હતી અને બેંક એવુ માને કે કસ્ટમરને પૈસા મળેલ નથી પરંતુ કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયેલ છે.આ એરરનો લાભ લઇ બેન્ક પાસેથી પૈસા જમા કરાવતા હતા. તેઓ પૈસા મળ્યા નથી એવી કમ્પલેનના કરતા જેથી તેના આધારે HDFC બેંક કસ્ટમરની કમ્પલેન SBI બેંકને કરી તે કમ્પલેનના આધારે તેના એકાઉન્ટમાંથી ડેબીટ થયેલ પૈસા ક્રેડીટ કરાવવા ફરિયાદ કરતી હતી. જેના આધારે SBI બેંકે HDFC બેંકને પૈસા ચુકવી આપ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા ધરરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!