Gujarat

વ્યાજે લીધેલ 2 લાખ રૂ એ યુવાનનો જીવ લીધો! 18 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો જે કર્યું એ સ્યુસાઇડ નોટના જણાવ્યું….

આજના સમયમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવો ચોંકાવનાર ઘટના સામે આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, વ્યાજે પૈસા લીધા બાદ વધારે પ્રમાણમાં છેતરપીંડી કરવામાં આવે છે તેમજ  માનસિક ત્રાસ આપવામાં આવે છે. ત્યારે આવી જ ઘટના એક યુવાન સાથે બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,

યુવાને માત્ર રૂ. 2 લાખ વ્યાજે લીધેલ પરંતુ તેની સામેં યુવાને 18 લાખ ચુકવવા છતા. વ્યાજખોરોનો ત્રાસ અટકતો ન હતો. જેનાથી કંટાળી યુવકે સ્યુસાઇડ નોટ લખી અને પોતાની આપવિતી એક વીડિયો જણાવી. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ તો રાજુ બેલદાર બે વ્યાજખોરો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે 18 લાખ ચુકવ્યા હોવા છતા તેને શાંતિ નહી પરંતુ મોત મળ્યુ.

આ વ્યાજખોરો ગમે તે સમયે મૃતકના ઘરે જઈ ધમકી આપતા હતા. આજ કારણે આખરે યુવકે ગઈકાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે.જોકે યુવકે પોતાની સ્યુસાઇડ નોટમાં અને વીડિયોમાં ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે વ્યાજખોરના ત્રાસ વિશે ઉલ્લેખ કર્યો છે. યુવાને ઓડિયો ક્લિપ વ્યાજખોરોએ મૃતકના મોબાઇલ પર મોકલી હતી. જે સમયે યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી હતી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. તે સમયે પણ વ્યાજખોરો ધમકી આપતા હતા.

જેથી અસલાલી પોલીસે આ અંગે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો ઉમેરી કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસને મૃતકનો વીડિયો  સ્યુસાઇડ નોટ તથા ધમકી આપતી ઓડિયો ક્લિપ પોલીસને સોંપી છે.આ ઘટનાને પગલે પરિવારમાં શોકમયની લાગણી છવાઈ ગઇ છે. વ્યાજખોરીના દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે અને આ પગલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!