વડોદરા નો વિચિત્ર કિસ્સો ! લગ્નના 4-5 મહિના બાદ પણ પતિ નહોતો બાંધતો શારીરિક સંબંધ, હકિકતની જાણ થતાં પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ
આપણે જાણીએ છે કે, દરેક સ્ત્રી લગ્નજીવન બાદ સુખી દામ્પત્યજીવનની આશા રાખતી હોય છે. લગ્ન જીવન બાદ તેને સુખી અને સમૃદ્ધિ સાસરું પણ મળી જાય પરતું પતિનો પ્રેમ જ ન મળે તો એ જીવન કઈ રીતે સ્ત્રી પસાર કરી શકે! કહેવાય છે ને કે સ્ત્રી એ ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. સ્ત્રી પરિવારને ખાતર આવું જીવન સ્વીકારવા પણ તૈયાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,:યુવક લગ્ન પછી પતિ શારીરિક સંબંધ બાંધતો ન હતો અને ત્યારબાદ લગ્નના થોડા દિવસો બાદ એવી વાતની જાણ થઇ કે પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમા રહેતી યુવતીના લગ્ન વર્ષ-2020માં સુભાનપુરામાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીનું લગ્ન જીવન ચાર-પાંચ માસ સુધી સારી રીતે પસાર થયું હતું. પરંતુ, ચાર-પાંચ માસ સુધી પતિ પાર્થ બિના સાથે કોઈ શારિરીક સબંધ બાંધતો ન હતો. આ કારણે યુવતી એ તેની પાછળનું કારણ જાણ્યું તો ખબર પડી કે, પતિ શારિરીક સબંધ બાંધવા માટે સક્ષમ નથી” આ વાતની જાણ યુવકના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો જાણવા છતાં, બિના સાથે લગ્ન કરાવ્યા હતા.
સાસુ, સસરા અને નણંદ દ્વારા ઘરમાં કામ-કાજને લઈને બિના સાથે ઝઘડા કરવામાં આવતા હતા. તેમજ અવાર-નવાર પિયરમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આમ છતાં, બિના પોતાનો સાંસારીક જીવન બગડે નહીં તે માટે ત્રાસ સહન કરી રહી હતી.યુવતી ને માર પણ મારવામાં આવતો હતો તેમજ ઘર તરફી કહ્યું કે પાર્થને કેનેડા જવાનું છે. પિયરમાંથી રૂપિયા 10 લાખ લઇ આવ. બિનાએ પોતાનો સંસાર ન બગડે તેવા આશયથી લગ્ન સમયે પોતાના પિયરમાંથી મળેલા 6 તોલા સોનાના દાગીના બેંકમાં મૂકીને 2.70 લાખ રૂપિયા આપ્યા હતા.
દરમિયાન સાસરિયાઓએ આયોજન પૂર્વક બિનાને 15 દિવસ પિયરમાં રહેવા મોકલી હતી અને જણાવ્યું હતું કે, પાર્થ તને લેવા માટે આવશે. . જેથી બિનાને શંકા જતાં, તે માર્ચ-2022ના સાસરીમાં ગઇ હતી. તે સમયે સાસુ અને નણંદે ઘરમાં આવવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું કે, પાર્થ યુ.એ.ઇ. જતો રહ્યો છે અને ત્યાંથી કેનેડા જતો રહેવાનો છે. હવે અને કાયમ માટે આવવાનો નથી. તું બીજા લગ્ન કરી લે અને જો તું આવીશ તો જીવતી રહેવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી. જે તે સમયે બિનાએ ગોરવા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ અરજી પણ આપી હતી મહિલા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
