ગુજરાતના મોટા બુટલેગરો જાણે બિઝનેસમેન હોય ! કરોડો મા ટ્રાન્ઝેક્શન અને ગોડાઉન ની વ્યવસ્થા
હાલમાં સ્ટેટ મોનિટીરિગે દારૂના બુટલેગરોને પડકવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં જ થોડા સમયમાં કુખ્યાત બુટલેગરોને પકડી પાડ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, પોલીસે પકડેલા બે બુટલેગરો દ્વારા 44 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ એક બુટલેગરનું ટર્નઑવર 200 કરોડ કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે.
નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંનો હવાલો અપાતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે બન્નેના આંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા કુલ 44 કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનો ખુલાસો થયો છે. મળતિયાઓના 20 બેન્ક ખાતા સીઝ કર્યા છે. બનઆ વ્યવહારો થયા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. નાગદાન અને વિનોદ સિંધી પાર્ટનરશીપમાં દારૂનો ધંધો કરે છે. વડોદરાના કરજણ અને અમદાવાદના કણભા ખાતેના ગુનામાં બંન્નેની ધરપકડ કરાઈ હતી.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દારૂનો સપ્લાય કરનારા બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરીને સ્ટેટ મોનિટરીંગ સેલે મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડયો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનુ હોવાનું બહાર આવ્યું છે. મહિને બે કરોડનો હપ્તો આ બુટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ હોવાનું સુત્રોનું કહેવુ છે.
પિન્ટુ જ્યારથી સ્ટેટ મોનિટરીંગ સેલ એકટિવ થયું ત્યારથી ટ્રકોના બદલે નાની નાની કારમાં દારૂ સપ્લાય કરતો હતો. અત્યાર સુધી તે દારૂના 33 ગુનામાં વોન્ટેડ હતો. અને દારૂના ધંધામાં તે 200 કરોડથી વધુનું ટર્નઓવર કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આટલું જ નહીં, તેના ફોન રેકોર્ડમાંથી પણ આઈપીએસ સહિત પોલીસ અધિકારીઓનાં નામો ખુલ્યા હોવાનું પોલીસ સુત્રોનું કહેવુ છે.