માં રિટાયર્ડ થતા દિકરા એ માંને એવી ભેટ અને સરપ્રાઇઝ આપી કે આખું ગામ જોતું જ રહી ગયું ! માનું સપનું પુરુ કરવા…
હાલમાં જ એક ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના બની છે. એક પુત્ર એ પોતાની માતાને એવી અમૂલ્ય ભેટ આપી કે આખું ગામ એકી નજરે બસ આ જોતું જ રહી ગયું . આપણે સૌ કોઈ જાણે છે કે, દરેક પુત્ર દરેક સંતાન પોતાના માતા પિતાની ખુશ રાખતા હોય છે,ત્યારે હાલમાં જ એક પુત્ર એ પોતાની માતાને નિવૃત્તિના દિવસે એક એવી ભેટ આપી કે માતાનું સપનું પૂરું થઈ ગયું. વાત જાણે એમ છે કે પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા સુશીલાબેન ચૌહાણ એ 60 વર્ષની ઉંમર થતાં શાળામાંથી નિવૃત્તિ લીધી હતી. આ જ કારણે તેમના પુત્ર એ આ દિવસને યાદગાર બનાવવા માટે માતા માટે ખાસ ભેટ આપી. આ ભેટ એવી હતી કે ગામના લોકો જોતા જ રહી ગયા.
તમને જાણીને પણ નવાઈ લાગશે કે સુશીલાબેન ના દીકરાએ ₹4,00,000 નો ખર્ચ કરીને પોતાની માતાને હેલિકોપ્ટર દ્વારા ગગનચૂબી સફર કરાવી. જાણીને એ પણ નવાઈ લાગશે કે તેમનો દીકરો હાલ અમેરિકામાં એક એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યો છે તેમજ તેમની પત્ની પણ એન્જિનિયર છે અને હાલમાં તેઓ અમેરિકામાં જ રહે છે. આ હેલિકોપ્ટરની સફરમાં તેમની બંને બહેનો અને તેના પિતાએ પણ આ અમૂલ્ય ભેટના સાક્ષી રહ્યા હતા..સૌથી ખાસ વાત એ કે આ હેલિકોપ્ટરનું હેલીપેડ તેમની શાળાના ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યું હતું.
આ ઘટના અંગે વધુ જાણીએ તો તેમની માતા એ 33 વર્ષની પોતાની નોકરી પુરી કરવા બદલ તેમના દીકરા એ ભેટ આપી કારણ કે તેમની માતા એ એક ખાસ સપનું જોયું હતું. દીકરાએ માતાનું સપનું અનોખી રીતે પૂરું કર્યું.. સુશીલાબેનના દીકરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તેમની દીકરીનું મોઢું તેમની માતા જોઈ ના શકી કારણ કે અમેઅમેરિકા હતા.એકવાર સુશીલા બેને ફોનમાં દીકરાને કહ્યું હતું કે જ્યારે તું ભારત આવીશ ત્યારે હું તારી દીકરીને એરપોર્ટથી ઘર સુધી હેલિકોપ્ટરમાં લઈને આવીશ.
માતાની આ વાત સાંભલીમે તેમના દીકરાએ નક્કી કરી લીધું હતું કે, હું મારી માતાને સ્કૂલેથ ઘર સુધી હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ જઈશ અને આખરે આ દીકરાએ આ સ્વપ્ન પૂરું પણ કરી બતાવ્યું અને જ્યારે તેમની માતાએ પોતાના નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા ત્યારે આ શુભ અવસરે આવી ખાસ ભેટ આપી અને હેલિકોપ્ટરની સફર કરાવી આ ઘટના દરેક લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી છે, દરેક સંતાનો માટે આ ઘટના એક ઉત્તમ સંદેશ છે.