Gujarat

અમદાવાદ : પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા કર્મચારી પેરાલીસીસ નો ભોગ બનતા સાથી કર્મચારી એ અને ડીસીપી એ જે કર્યુ જાણી ને સલામ કરશો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પોલીસ એ જનતાન રક્ષક કહેવાય છે. આજ પોલીસ જવાનું દિવસ રાત એક કરીને પોતાના પરિવારજનોને છોડીને પણ ખડે પગે પ્રજાજનોની સુરક્ષા માટે તેના જ રહે છે. હવે વિચાર કર્યો જ્યારે આ સુરક્ષા જવાનોના જીવનમાં ક્યારેક દુઃખ આવી જાય ત્યારે તેની સાથે કોણ હોય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે જીવનમાં સુખ દુખ આવે છે ત્યારે આપણા સ્વજનો કરતા એ વધુ વિશેષ આપણી સાથે કામ કરતા વ્યક્તિઓ અને આપણા પાડોશીઓ કામ આવે છે. હાલમાં જ અમદાવાદમાં પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા કર્મચારી પેરાલીસીસ નો ભોગ બનતા સાથી કર્મચારી એ અને ડીસીપી એ જે કર્યુ જાણી ને સલામ કરશો.

કહેવાય છે ને કે આ જગતમાં દાન કરવું એ ખૂબ જ પુણ્ય નું કાર્ય છે. જીવનમાં તમે કોઈ વ્યક્તિને મદદ કરશો તો એનું ફળ તમને અનંત ઘણું મળશે કોઈકને આપેલું દાન એ ભગવાનને અર્પણ કરેલ એક સેવા જ છે એટલે જ કહે છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા. આમ પણ એક માનવ થકી આપણે આપણી માનવતા ન દેખાડીએ તો પછી આપને માનવ કહેવાનો કોઈ હક નથી. આવી જ ઘટના હાલમાં અમદાવાદ શહેરમાં બની છે અને આ ઘટનાએ પ્રજાજનોનું હૃદય જીતી લીધું છે કે, પોલીસોએ માત્ર એક રક્ષક નથી પરંતુ એક પરિવાર છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અમદાવાદ પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યો છે, આ વીડિયો દ્વારા તમને જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેર પોલીસ ખાતે ઝોન -૪ ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી પેરાલી સીસ નો ભોગ બનતા ચારે બાજુથી આવેલ આફતમાં અમદાવાદ શહેરના ઝોન -૪ ડીસીપી શ્રીની સહાયથી પોલીસ કર્મચારીઓએ ફાળો એકત્ર કરી રૂ ૪ લાખની સહાય પૂરી પાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!