ગજબ ની અંધશ્રધા ! માતાજી રુપીયા ડબલ કરી આપશે તેવું કહી ચોક્કસ વિધી કરાવી બાદ મા રુપીયા બડલ થાવા ને બદલે રાખો રુપીયા ગુમાવ્યા…
હાલના સયમ મા અનેક એવા કિસ્સાઓ જોવા ભળે છે જેમા અંધશ્રધા ફેલાવી લોકો ને ગેર માર્ગે દોરવામા આવે છે અને લોકો ને ફોસલાવી લલચાવી ને કાઈક ને કાઈક કાંડ કરવામા આવતા હોય છે ત્યારે તાજેતર મા જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા માતાજી બની ને એક ના ડબલ કરવાનો લાલચ આપી ને ઠગાઇ કરતી ગેંગના ત્રણ સભ્યો ને રાજકોટ ની ક્રાઈમ બ્રાંચ ની ટીમે ઝડપી લીધા છે.
અ ઠગાઈ મતાજી ના નામ પર થતુ જેમા રુપીયા ડબલ કરવાની વાત કરાતી પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લઇ તેને 1 લાખના 2 લાખ 5 દિવસ અથવા 10 દિવસમાં ડબલ કરી આપશે તેવું જણાવવા મા આવતું અને લતાબેન ઉર્ફે માતાજીની સાથે મુલાકાત કરાવતા હતા અને ચોક્કસ વિધી કરવી પડશે તેવી વાત કરવામા આવતી હતી. જ્યાર બાદ વિધિ માટે બે મીટર સફેદ કપડુ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ચવાણું, અઢીસો પેંડા, બે પાણીની બોટલ, એક બ્રિસ્ટોલ સિગરેટનું પાકેટ વગેરે સાથે લાવવાનું કહેવામાં આવતુ હતું અને ખોટી વિધી કરી ને પૈસા પડાવી લેવામા આવતા.
આ ટોળકી એ અત્યાર સુધી મા અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી જેમા એક વર્ષ પહેલા પાટણ ના દિયોદર ગામની વાડીમાં પ્રજાપતિ પરીવાર ના ઘરે એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી વીધી કરાવવાના બહાને રૂ. 5 લાખ પડાવી લીધા હતા જયારે ગાંધીનગર મા બે લાખ જયારે ગાંધીનગર ના અન્ય ગામ મા 80000 જયારે અન્ય 5 જેટલા ગુના મા લાખો રુપોયા અલગ અલગ લોકો પાસે પડાવી લેવામા આવ્યા હતા.
આ સમગ્ર ઠગાઈ ના કાર્યો મા કુલ લતા ઉર્ફે માતાજી સાથે 6 થી 7 લોકો જોડાયેલા છે જેમા ઈમ્તિયાઝ, સલીમ, શાંતનુજી, સલીમ, ભરત ભાઈ અને જીવાભાઈ નામના પાંચ શખ્સો લતા પાસે ગ્રાહક લાવવાનું કામ કરતા જ્યારે પોલીસે આકાશ શર્મા નામના ટેક્સી ચાલકની પણ ધરપકડ કરી છે. જે માતાજીના કહેવા પ્રમાણે ગ્રાહકને માતાજી જે જગ્યાએ કહે તે જગ્યાએ પહોંચાડવાનું કામ કરતો હતો.