ગાડી બંધ પડતા દીકરો પેટ્રોલ લેવા ગયો અને બાઈક પાસે ઉભેલા પિતા સાથે જે ઘટના ઘટી ગઈ ! પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો
રોડ અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ બનાવ એવો બન્યો કે, ગાંધીનગરના પીપળજ મહર્ષિ અત્રિ તપોવન રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, .પિતા પુત્ર બાઈક પર પસાર થતાં હતાં. ત્યારે રસ્તામાં પેટ્રોલ ખાલી થઈ જતાં પિતાને બાઈક પાસે ઊભા રાખી પુત્ર પેટ્રોલ લેવા નિકળ્યો હતો. બસ આટલી જ પળમાં ન થવાનું થઈ ગયું.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી પિતાનું સ્થળ પર અવસાન થયું.આ બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ તો દશરથજી કોયાજી ઠાકોરનાં પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. આજે સવારે દશરથજી તેમના પુત્ર વનરાજ સાથે ખેત મજુરી અર્થે દેવેન્દ્રસિંહ રણજીતસિંહના ખેતરે જવા માટે નીકળ્યા હતા.
ત્યારે મહર્ષિ અત્રિ તપોવનની સ્કૂલની સામે થોડે આગળ કટથી શપનવીલા સોસાયટી તરફ વળતા એકદમ બાઈક બંધ થઈ ગયું હતું.આથી વનરાજે ચેક કરતાં બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ ગયાનું માલુમ પડયું હતું. જેથી તેણે પિતા દશરથજીને કહેલ કે તમો બાઈક પાસે ઉભા રહો હુ પેટ્રોલ લઇને આવુ છુ. બાદમાં વનરાજ ચાલતો ચાલતો પીંડારડા તરફ પેટ્રોલ લેવા માટે નીકળેલો અને થોડેક આગળ જતાં તેના મિત્ર કાળાજી રમણજી ઠાકોરે ફોન કરીને દશરથજીને અકસ્માત થયાની જાણ કરી હતી.
આ સાંભળીને વનરાજ તુરંત જ પાછો વળ્યો હતો. જ્યાં માણસોના ટોળા ભેગા થયા હતા અને રોડની સાઇડમાં દશરથજી ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. થોડીવારમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. અને એમ્બ્યુલન્સનાં તબીબે ચેક કરીને દશરથજી ને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંબંધે વનરાજને માલુમ પડયું હતું કે અજાણ્યા વાહન ચાલક દશરથજીને ટક્કર મારીને નાસી ગયો હતો.