માસુમ બાળકી એ પી.એમ મોદી ને પત્ર લખ્યો ! પત્ર મા એવું લખ્યુ કે વાંચિ ને તમે પણ…
આજના સમયમાં નરેન્દ્ર મોદીજી ને કોણ નથી જાણતું જે ભારત દેશના વડાંપ્રધાન છે. જે પુરા ભારત દેશમાં પોતાની એક સર્વશ્રેઠ આગવી ઓળખ અને ગુજરાતનું ગૌરવ છે. વાત કરીએ જયારે જયારે પણ કોઈ ભારતીય નાગરિક ને મુશ્કેલીઓ પડતી હોઈ છે તો તે પોલીસ પાસે, વધી વધીને અદાલતમાં દરવાજા ખખડાવતા હોઈ છે પરંતુ હાલ એક ખુબજ ચોકાવનારો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક નાની ઉંમરની બાળકીએ દેશના વડાપ્રધાન એટલેકે નરેન્દ્ર મોદીજી નેજ પત્ર લખીને મોકલી આપ્યો. આવો તમને વિસ્તારમાં જણાવીએ.
વાત કરોઈ તો આજના સમયમાં દેશમાં ખુબજ મોંઘવારી જોવા મળી રહી છે. તેવામાં સામાન્ય માણસના મનમાં છુપાયેલું દર્દ ‘મહંગાઈ ડાયન ખાય જાત હૈ’ જેવા ફિલ્મી ગીતોમાં સમજી શકાય છે. આવી સ્થિતિમાં જ્યારે મોંઘવારી વડીલોથી લઈને બાળકો સુધી દરેકને પ્રભાવિત કરી રહી છે ત્યારે, કન્નૌજની એક બાળકીએ મોંઘવારીને કારણે PM નરેન્દ્ર મોદીને પત્ર લખી નાખ્યો. બાળકીએ પોતાના પત્રમાં પેન્સિલ-રબરથી લઈને મેગીની કિંમત પણ જણાવી છે અને બાળકીનો આ પત્ર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
PMને લખેલા પત્રમાં બાળકીએ લખ્યું, ‘મારું નામ કૃતિ દુબે છે. હું પ્રથમ ધોરણમાં અભ્યાસ કરું છું. મોદીજી તમે બહુ મોંઘવારી કરી છે. ત્યાં સુધી કે, પેન્સિલ, રબર પણ મોંઘા કરી દીધા છે અને મારી મેગીના પણ ભાવ વધાર્યા છે. હવે મારી માતા મને પેન્સિલ માંગવા બદલ મારે છે. હું શું કરું. બીજા બાળકો મારી પેન્સિલ ચોરી કરે છે.’ તેમજ સોશિયલ મીડિયા દ્વારા બાળકીનો આ પત્ર વાયરલ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. SDM અશોક કુમારે કહ્યું, ‘હું મારી વ્યક્તિગત ક્ષમતાના સ્તરે આ છોકરીની મદદ કરવા તૈયાર છું. મને ખૂબ આનંદ થશે કે જો કૃતિ મને તેના અભ્યાસ માટે કે બીજું કંઈક વસ્તુ માટે કહેશે, તો હું તેની વાત માનીને આ તેજસ્વી છોકરીને મદદ કરવા તરત જ ત્યાં પહોંચી જઈશ.’
આમ વિદ્યાર્થી કૃતિ દુબેએ PM નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને તેમાં તેણે તેની ‘મન કી બાત’ અને તેની ‘મમ્મીનો ગુસ્સો’ બંને શેર કર્યા છે. કૃતિના પિતા વિશાલ દુબે એક એડવોકેટ છે, જેઓ તેમની પુત્રી દ્વારા લખવામાં આવેલી ચાર લાઈનોને કારણે સમગ્ર યુપીમાં પ્રખ્યાત થઈ ગયા છે.