મહેસાણાના ચાર ગામોના પટેલ યુવાનોને અમેરિકાની પોલિસે દબોચી લીધા! કોર્ટમાં રજૂ કરતાં સામે આવ્યું ચોંકાવનારું કૌભાંડ…
ગુજરાતીઓને વિદેશ જવાનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજના સમયમાં અનેક યુવાનો કામ માટે અને અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે છે પરંતુ ગેરકાયદે જવાથી ક્યારેક મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે અને ક્યારેક એવી ગંભીર પરિસ્થિતિ આવે છે કે,જીવ જોખમમાં મુકાઈ છે અથવા તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિદેશ લઈ જવા માટે અનેક એન્જટો અને એન્જસી કાર્યરત છે.
આ એજન્ટો અને એજન્સીઓમાં ઘણા લોકોને ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે હાલમાં પહેલીવાર ઉત્તર ગુજરાતનાં મહેસાણામાં IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મહેસાણા જિલ્લાના 4 યુવકોને IELTS પરીક્ષામાં સેટિંગ કરીને અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા.
આ ઘટના અંગે જાણીએ તો IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા
જેમાં ચાર યુવાનોના નામ આ મુજબ સામે આવ્યા છે.
પટેલ ધ્રુવ રસિકભાઈ, ( માંકણજ) પટેલ નીલ અલ્પેશકુમાર, ( ધામણવા ) પટેલ ઉર્વીશ શૈલેષભાઈ( જોટાણા,) પટેલ સાવન રાજેન્દ્રકુમા, (સાંગણપુર) ચાર યુવાનો પટેલ છે.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ ચારેય યુવકો કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી બોલી ન શકતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ શરૂ કરી છે.
એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે.