Gujarat

આંગડીયા પેઢી ના કર્મીઓ એ 40 લાખ રુપીયાની ચોરી નો જબરો પ્લાન બનાવ્યો પણ આવી રીતે ભાંડો ફુટી ગયા….

માણસ જેટલી બુદ્ધિ ખરાબ કામ કરવામાં લગાડે છે, એના કરતાં જો 50% બુદ્ધિનો ઉપયોગ ખાલી સારા કામમાં કરે તો વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકે છે. હાલમાં જ રાજકોટ શહેરમાં એક ખૂબ જ ચોંકાવનાર બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આંગડીયા પેઢી ના કર્મીઓ એ 40 લાખ રુપીયાની ચોરી નો જબરો પ્લાન બનાવ્યો પણ આવી રીતે ભાંડો ફુટી ગયો.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, તમને જાણીને આશ્ચર્ય થશે. બે દિવસ પહેલાં ભૂજ રાજકોટ રુટની બસમાં આવી રહેલાં આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી રુપિયા 40 લાખની ચોરીની ફરિયાદ મોરબી પોલીસમાં નોંધાઈ હતી. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો એ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ આ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

રુપિયા 40 લાખની ચોરી માટે ભયંકર પ્લાન બનાવ્યો હતો.
એક આંગડીઆ પેઢીના બે કર્મચારીઓ 30 લાખ રોકડ અને 10 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ ભૂજથી રાજકોટ આવવા માટે બસમાં નીકળ્યા હતા. મોરબીના જૂના બસ સ્ટેન્ડ પહોંચીને આ 40 લાખ રુપિયાનો મુદ્દામાલ ચોરી થયો હોવાની વાત કરી હતી. જે બાદ તેઓએ મોરબી પોલીસ સમક્ષ ચોરીની ફરિયાદ કરી હતી.

આ કેસમાં એ ડીવીઝન પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને કર્મચારીઓની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓ પડી ભાંગ્યા હતા. પોલીસ સમક્ષ બંને આરોપીઓએ કબૂલાત કરી કે 40 લાખનો મુદ્દામાલ ગાયબ કરવા માટે તેઓએ એક યોજના બનાવી હતી.

આ ચોરીના પ્લાનમાં અન્ય એક શખસને પણ સામેલ કર્યો હતો. જેને આદિપુર બસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. બાદમાં એ પણ આ જ બસમાં બેસી ગયો હતો. આ શખસે ભચાઉની ટિકિટ લીધી હતી. આ દરમિયાન બંને કર્મચારીઓએ રુપિયા અને સોના-ચાંદી ભરેલા થેલાઓ આ શખસને આપી દીધા હતા. બીજી તરફ, પાટણના કોસા ગામમાં રહેતા સિદ્ધરાંજસિંહ પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!