Entertainment

“હર હર શંભુ” ગીત ના વિવાદ અંગે ફરીદા મીરે કીધુ કે હુ પણ મુસ્લિમ સિંગર છુ….

.હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં શિવજીના ગિતને લઇને એક વિવાદ થયો છે. આપણે જાણીએ છીએ કે, હાલમાં ‘હર હર શંભૂ’ ગીતની બોલબાલા છે. પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું કટ્ટર મુસ્લિમપંથી લોકો આ ગીત ગાવાનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા મુસ્લિમ સમર્થકો પણ સામે ગીતના વખાણ કરી રહ્યા છે. ત્યારે “હર હર શંભુ” ગીત ના વિવાદ અંગે ફરીદા મીરે જે કહ્યું એ ખૂબ જ હદયસ્પર્શી વાત છે.

 ફરીદા મીરે ફરમાની નાઝના ગીતનું સમર્થન કરતાં કહ્યું કે હું પણ એક મુસ્લિમ સિંગર છું. હું વર્ષોથી ભજન-ડાયરાઓ ગાઈ રહી છું. અગાઉ પણ ઘણા મુસ્લિમ સિંગર ગીત ગાઈ ચૂક્યા છે. કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. મોહમ્મદ રફીએ પણ ભજનો ગાયા છે. માટે આ વિવાદનું કોઈ મૂળ જ નથી. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ ફરમાની નાઝ પર સવાલ ઉઠાવતા ફરીદા મીર બચાવમાં આવ્યા છે.

સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે, ‘ એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.’ આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, ‘ મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.’ તમને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

સિંગર ફરમાની નાઝએ આગળ કહ્યું હતું કે, ‘ હું મર્યાદામાં રહીને જ ગીતો ગાઉં છું અને કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી. વર્ષ 2018માં મારા લગ્નથી મને એક દીકરો થયો હતો અને તેને બીમાર હતો. એ પછી મારા પતિ અને સાસરાવાળા લોકોએ મને છોડી દીધી અને મારો અને મારા દીકરાનો ખર્ચો ઉઠાવવા માટે મેં એક કલાકાર તરીકે ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી જે કઈ પણ કરી રહી છું એ મારા બાળકના ભવિષ્ય માટે કરી રહી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!