Gujarat

અમદાવાદના યુવને પત્ની થી કંટાળી આપઘાત કરી લીધો ! મરતા પહેલા વિડીઓ બનાવી કીધુ કે “મારી પત્ની….

આત્મહત્યાઓના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક
યુવાને પોતાની પત્નીથી કંટાળી જીવન ટૂંકાવી દીધું અને મોત પહેલ વીડિયો બનાવ્યો અને પત્ની વિશે એવું કહ્યું કે, તમે આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, યુવકે સાબરમતી નદીમાં પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જે મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો તેમજ યુવક પાસે ફોન હોવાથી ભીનો થઇ જતાં ફોન બંધ થઇ ગયો હતો.

આ ઘટનામાં પોલીસે ફોન રિપેર થતાં વીડિયો સામે આવ્યો હતો. જેથી આ મામલે પત્ની સામે ફરિયાદ નોંધાતા સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ આદરી છે. વીડિયોમાં કિરીટે કહ્યું હતું કે, હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે સ્યુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે.

.આ ઘટના માં જાણવા મળ્યું કે, કિરીટ દેવડાના લગ્ન 9 ડિસે. 2016ના રોજ સામાજિક રીત રીવાજ મુજબ મંજુ રાઠોડ સાથે થયા હતા. ત્યારબાદ તેમની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી જતાં મનસ્વી વર્તન કરવા લાગી હતી અને સાસરિયાં સાથે ઝઘડો કરતી હતી. ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ કરતી હતી.

મંજુ પતિ પર હાથ ઉગામતી હતી તથા મરી જવાની ધમકી આપતી હતી. સ્ત્રી તરફી કાયદા હોવાથી મંજુ કેસમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. 30 જૂનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો. કિરીટને સાવરણીથી માર માર્યો હતો. જેથી પરિવારના સભ્યો આવ્યા હતા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

જેથી બીજા દિવસે કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો.કિરીટના ભાઇ મનોજ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિરીટે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ પરિવાર રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. જ્યાં કિરીટની લાશ મળી આવી હતી. બીજી તરફ કિરીટનો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!