ગુજરાતના આ ગામમાં રાજવીની યાદમાં યોજાય છે “બાપુ રાજ મેળો” ! લોકો સંતાન માટે રાખે છે આવી અનોખી માનતા…
.આપણું ગુજરાતએ લોક સંસ્કૃતિ અને મેળાનું રાજ્ય છે ગુજરાતમાં અનેક લોક-મેળાનું આયોજન થાય છે.આપણા પહેલાના સમયગાળામાં જ્યારે મનોરંજન માટે ઉત્સવોની પરંપરાગત ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા માટે લોક મેળાનું આયોજન થતું પરંતુ આજે અમે આપને એક એવા જ પ્રાચીન મેળા વિશે જણાવશું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં છેલ્લા 95થી વધુ વર્ષથી યોજાય છે. આ મેળાનું નામ છે.

‘બાપુરાજનો મેળો’ ચાલો અમે આપને આ મેળા વિશે જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુની યાદગીરી રૂપે છેલ્લા 98 વર્ષથી આ મેળાનું આયોજન થાય છે.આ મેળો લખતરના મોતીસર તળાવની પાળે આવેલ રાજવીના સમાધિ સ્થળે શ્રાવણ સુદ આઠમના દિવસે પ્રજાજનો દ્વારા યોજાય છે. તમને જાણીને આશ્ચય થશે કે, ઝાલા રાજપૂતોના આદિપુરુષ હરપાલદેવની સત્યાવીશમી પેઢીએ હળવદના રાજવી શ્રી ચંદ્રસિંહ થયા.

તેમને છ પુત્રો હતા. હળવદના રાજવી શ્રી ચંદ્રસિંહજીના ચોથા કુંવર શ્રી અભયસિંહજીને ગરાસમાં લખતર મળ્યું.પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુએ વિક્રમ સંવત 1902 થી 1980 સુધીના 72 વર્ષના પોતાના જીવન દરમિયાન અનેક લોકઉપયોગી કામો કરાવ્યા હતા. તેમણે લખતરની પ્રજાના રક્ષણ માટે શહેર ફરતે ગઢ, મોતીસર તળાવ, સરઘરા ડેમ, રામ મહેલ, મિડલ સ્કૂલ, સર.જે.હાઈસ્કૂલ, કર્ણેશ્વર મહાદેવ, થાનમાં તરણેતર મંદિર મહાલક્ષ્મી મંદિર, અનેક પ્રજાઉપયોગી કામો કરાવ્યા અને નાગરિકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરીને બાપુરાજનું બિરૂદ પામ્યા.

નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજીએ પોતાના કાર્યકાળમાં અનેક વિકાસલક્ષી કાર્યને કારણે તેઓ નગરજનોના હ્રદયમાં અનોખું સ્થાન પામ્યા છે ‘બાપુરાજ’ સંવત 1980 માં શ્રાવણ સુદ આઠમે તેઓ દેવલોક પામ્યા હતા, ત્યારથી તેમની સ્મૃતિમાં તેમના સમાધિ સ્થાને દર વર્ષે મેળો યોજાય છે.રાજવી કરણસિંહજી બાપુના સમાધિ સ્થાને જે દંપતીના ઘેર પારણું ન બંધાતુ હોય તેવા દંપતીઓ પારણું અને સુખડી ધરાવાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે. જ્મેળામાં રાજ પરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ દર્શન કરવા આવે છે.
