Gujarat

અમદાવાદ: ગજબ ની ભેજાબાજ મેવાતી ગેંગ પકડાઈ ! બેન્કના રુપીયા એવી રીતે ચોરતી કે જાણી ને પોલીસ પણ ચકરાઈ ગઈ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર બનાવ સામેં આવ્યો છે.અમદાવાદમા ગ જબ ની ભેજાબાજ મેવાતી ગેંગ પકડાઈ ! બેન્કના રુપીયા એવી રીતે ચોરતી કે જાણી ને પોલીસ પણ ચકરાઈ ગઈ. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,

અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એટીએમમાં ચેડાં કરી બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મેવાતી ગેંગ ઝડપાઇ છે. પૈસાની છેતરપીંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા જતા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે મેવાતી ગેંગ પકડી એટીએમમાં ચેડાં કરી છેતરપીંડી કેસના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સાયબર ક્રાઈમ બ્રાંચે હરિયાણાના રાહુલ સાજીદ ખાન અને મોહંમદ આખીલ ઇલ્યાસની ધરપકડ કરવામાં આવી છે. જે મેવાતી ગેંગના સભ્યો છે. દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા. જે બાદ શહેરના કોટ વિસ્તારમાં રહેલા એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંકો સાથે લાખોની છેતરપીંડી કરતા હતા. એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર નાખતા અને જેવા મશીનમાંથી નાણાં બહાર આવે.

નાણા અડધા મશીનની અંદર અડધા મશીનની બહાર પકડી ઉભા રહેતા અને મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા જેને કારણે બેંકમાં નાણા નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહિ. આ બાબતે બેંકમાં ફરિયાદ કરીએ તો સાત દિવસમાં ફરીથી આ નાણા એકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે પરંતુ આવી જ રીતે છેતરપીંડી બેંકના ધ્યાન પર આવતા ચેક કરતા મેવાતી ગેંગનું કારસ્તાન સામે આવ્યું હતું.પકડાયેલ મેવાતી ગેંગના સભ્યો છેલ્લા 4 મહિનામાં અમદાવાદમાં અલગ અલગ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંક સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

જોકે આરોપી પાસેથી 39 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા છે.પરંતુ આરોપી અમદાવાદના લાલદરવાજ પાસેના સેન્ટ્રલ બેંકના એટીએમ મશીનમાં બે કાર્ડ મારફતે અલગ અલગ 14 ટ્રાન્જેક્શન કરીને 1.40 લાખ રૂપિયા નીકાળી દીધા હતા. આ મામલે સેન્ટ્રલ બેંક જાણ થતાં જ ફરિયાદ નોંધાવી હતી અને તપાસ કરતા જ બન્ને આરોપી ઝડપી લીધા છે.સાયબર ક્રાઇમ બ્રાંચે પકડાયેલ આરોપી વધુ પુછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!