ગુજરાતના આ પટેલ ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇના ગેંગ નામે ખંડણી માંગી ! “જો 25 લાખ નહી આપો તો…..
પંજાબ ના માનસા મા પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. સિદ્ધૂ મુસેવાલા જ્યારે પોતાની કાર લઈ ને જઈ રહયા હતા ત્યારે અચાનક જ ચાર પાંચ જેટલા બદમાશો એ તેના પર 30 જેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા જેમા મુસેવાલા ને ગોળીઓ વાગી હતી અને હોસ્પીટલ એ ખેસડાતા સારવાર દરમ્યાન જ તેનુ મોત થયુ હતુ.

જ્યારે આ ઘટના મા મુખ્ય આરોપી લોરેન્સ બીશ્નોઇ ને માનવા મા આવે છે અને હાલ તે પોલીસ કસ્ટડી મા છે ત્યારે હાલ ફરી આ નામ ચર્ચા મા આવ્યુ છે અને લોરેન્સ બીશ્નોઇ ના નામે મોરબી ના સીરામીક ના ઉદ્યોગપતિ ને ધમકી મળી છે અને 25 લાખ રુપિયા ની ખંડણી માગવા મા આવી છે અને માંગ પુરી નહી કરવા મા આવે તો જાન થી મારી નાખવા મા આવશે તેવી ધમકી મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાનીવાવડી રોડ, રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઈ કગથરાએ પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે, તા. 29ના સાંજના 5:00 વાગ્યા દરમ્યાન આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઈલ નંબર+1(425)606-4366 ઉપરથી અનિલભાઈના મોબાઇલમાં વ્હોટ્સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્હોટ્સએપ કોલ દ્વારા અનિલભાઈને ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી.
અને એસ.બી.આઈ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા ફોન પે ઉપર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો અનિલભાઈ તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈના મોબાઈલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્યુનો ભય બતાવ્યો હતો. જે મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુનાહિત કામો મા લોરેન્સ બીશ્નોઇ નુ નામ મોટુ છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું હતું કે, તેણે 2018માં અભિનેતા સલમાન ખાનને ઠાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તે માટે તેણે 4 લાખ રૂપિયા ખર્ચીને ખાસ રાઈફલ પણ મગાવી હતી.
