બુટલેગર નવઘણ ભરવાડનો આતંક, જુગાર ધામ પર નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા, એક યુવકનું થયુ મોત
આપણે સૌ કોઈ કે દિવસે ને દિવસે બુટલેગરોનો ત્રાસ વધ્યો છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ડુપ્લિકેટ પોલીસ બનીને રેડ કરવા ગયેલા નવઘણ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ડેસર તાલુકાના ઉદલપુર ખાતે મહાલક્ષ્મી પેટ્રોલ પંપની પાછળ ડામર પ્લાન્ટ નજીક ગત તા 7 ઓગસ્ટે બપોરે 15 જેટલા ઈસમો ભેગા મળી જુગાર રમતા હતા.
આ ઘટનામાં વછેસરના અયાન મોહમ્મદ ઈમ્તિયાઝ મકરાણી ઉ.20 વર્ષ, ઈરફાન મકરાણી અને નઇમ મકરાણી પણ જુગાર રમતા હતા.મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, બુટલેગર નવઘણ ભરવાડનો આતંક, જુગાર ધામ પર નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા, એક યુવકનું થયુ મોત હતું આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો ડેસરના વરસડાનો પ્રખ્યાત બૂટલેગર નવઘણ ભરવાડ અને તેની સાથે મૂછોવાળો એક ઇસમ બંને બાઇક પર ફુલ સ્પીડે જુગારધામ પર આવી પોલીસ હોવાનો હાવ ઉભો કરીને.
પોલીસ છીએ તમને પકડવાના છે આ વાતની જાણ થતાં જ જુગારીઓમાં ભાગમભાગ મચી હતી.પોલીસથી બચવા ભાગતા જુગારીયાઓ પાછળ નવઘણ ભરવાડ મોત બનીને પાછળ લાગી ગયો હતો આ તમામ ઘટના દરમિયાન કવોરીની ઊંડીખાણ નજીકમાં વહેતી કુણ નદીના ઉડા પાણીમાં ઉદલપુર વણઝારવાસમાં રહેતા નિતેશ રાજગોર, એક દેવીપુજક અને વછેસરનો અયાન મોહમ્મદ મકરાણી ખાબકયા હતા
નિતેશ અને દેવીપૂજક તેમની રીતે નદીમાંથી બહાર નીકળી ગયા હતા.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, તમામ શોધખોળ બાદ બે દિવસે તેનો મૃતદેહ મળ્યો હતો. તેનો મૃતદેહ કાઢ્યા પછી જુગાર રમતા ઈરફાને ડેસર પોલીસ મથકે આવી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.
