ભલ ભલા “પુષ્પા” આ પાટીદાર મહીલા ઓફીસર પાસે જુકી જાઈ છે. 10 હજાર હેક્ટર જંગલની રક્ષા અશ્વિનાબેન પટેલ…
હાલ ના સમય આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવા મા આવી રહી છે ત્યારે આપણે આપણા દેશ ની સેવા કરતા ઓફીસરો ભુલી ના જવા જોઈએ કારણ કે તેવો જીવના જોખમે દેશ ની સેવા કરી રહ્યા છે અને આજે આપણે તેમના કારણે જ શાંતિ થી સ્વાસ લઈ રહ્યા છીએ ત્યારે આજે એવા જ એક મહીલા ઓફીસર ની વાત કરીશુ છે ફોરેસ્ટ ઓફિસર છે.

તાજેતર મા જ એક ફિલ્મ આવ્યુ હતુ પુષ્પા… આ ફિલ્મ મા પુષ્પા ને હીરો બતાવવા મા આવ્યો હતો પરતું કહીકત મા તે એક ગુંડો જ કહી શકાય કારણ કે તે લાકડાની ચોરી કરતો હતો ત્યારે આપણા ગુજરાત મા પણ આવા જંગલો છે અને જંગલો મા ચોરી કરનાર “પુષ્પા” જેવા ગુંડાઓ પણ છે ત્યારે આ ચોરી અટકાવવા માટે ફોરેસ્ટ વિભાગ ના ઓફિસરો હોય છે ત્યારે આવા જ એક મહીલા Intrepid RFO અશ્વિનાબેન પટેલ છે.
![]()
અશ્વિનાબેન પટેલની વાત કરવા મા આવે તો તેવો તાપી ડિવિઝનના ખેરવાડા રેન્જના RFO છે. અને પોતાના નુ કામ ખુબ જ બહાદુરી કરે છે. તેવો ઘણી વખત ગાઢ જંગલ મા એકલા બુટેલ લઈ ને પેટ્રોલિંગ પણ કરે છે અત્યાર સુધી મા તેઓ પર લાકડા ચોર માફિયાઓએ હુમલો પણ કરી ચૂક્યા છે અને જંગલ મા હિંસક પ્રાણીઓ નો સામનો કરી ફરજ નિભાવી રહ્યા છે. આટલુ જ નહી આ મહીલા ઓફીસર ના લૉકૉ થી સ્થાનીક લોકો પણ ઘણા ખુશ છે તેવા
10,200 હેક્ટર જંગલમાં રહેતા લોકો અને લાકડા ચોરથી જંગલનું રક્ષણ કરે છે. આ જંગલની વાત કરવા મા આવે તો દિપડા સહિત અન્ય જંગલી જાનવરોની સંખ્યા અહીં વધારે છે. ક્યારે પણ હિંસક પ્રાણી હુમલો કરી શકે છે, પરંતુ એ બધું ભૂલીને એકલાં બૂલેટ પર જંગલની રક્ષા કરવા માટે RFO અશ્વિનાબેન પટેલ પેટ્રોલિંગ કરવામાટે નીકળી જાય છે.
અશ્વિનાબેન પટેલે જણાવ્યું હતું કે, “અહીં કિંમતી લાકડાઓ હોય છે, જેની ચોરી કરવા માટે મહારાષ્ટ્રથી લોકો આવે છે અને અહીંના સ્થાનિકોને ગેરમાર્ગે દોરી તમામ માહિતીઓ મેળવે છે. અમે અહીંના લોકોને પણ સમજાવીએ છીએ અને એક વાર અમારી ઉપર હુમલો થયો છે. હું મહિલા અધિકારી છું એટલે પુરૂષો મહિલાઓને આગળ કરીને હુમલો કરાવે છે.”
અશ્વિનાબેન વધુ મા જણાવ્યુ હતુ કે વ્યારા જંગલમાં ગીચ વિસ્તાર વધારે છે. અહીં સરકારી ગાડીથી પેટ્રોલિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આથી હું બુલેટ પર પેટ્રોલિંગ કરવા માટે નીકળી જાઉં છું. આ મારું પેશન છે, જેને હું મારી ડ્યૂટી માટે પણ ઉપયોગ કરું છું.”
