Gujarat

ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર: 2 IPS અને 23 ડીવાયએસપીની બદલી, બોટદ મા…

બોટાદ ના લઠ્ઠાકાંડ ના પડઘા સમગ્ર ગુજરાત મા પડ્યા હતા જ્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લા એસપીને બદલી કરીને સરકારે કડક કાર્યવાહીનો મેસેજ આપ્યો હતો. જ્યારે હાલ આગામી વિધાનસભાની ચુટણી ને ધ્યાન મા રાખી ને પોલીસ બેડા મા મોટા ફેરફાર કરવા મા આવ્યા હોય તેવું લાગી રહ્યુ છે.ગૃહ વિભાગે 2 આઈપીએસ અધિકારી અને 23 ડિવાયએસપીની બદલી કરવામાં આવી છે. જ્યારે ત્રણ પોલીસ ઈન્સપેક્ટને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો બોટાદમાં આઇપીએસ કિશોર બાડોલીયા, અમદાવાદ રૂરલમાં આઇપીએસ અમિત વસાવા મુકાયા છે. રાજકોટ એસીપી ક્રાઈમ બસીયા ખેડા મુકાયા છે. સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવા અમદાવાદ રૂરલના એસપી બન્યા છે, જ્યારે કોસ્ટલ સિક્યુરિટીના એસપી કિશોર બાડોલીયાને બોટાદ એસપીની જવાબદારી મળી છે.

તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમાની પેટલાદ બદલી કરવામાં આવી છે. જયારે વડોદરા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. એ. ચૌહાણની વિરમગામ બદલી કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી આર. આર. સરવૈયાની બદલી થઈ છે પણ નિમણુંક માટે પ્રતિક્ષામાં રખાયા છે. તેમજ બી.પી. રોઝીયાની એટીએસમાંથી સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

આ સાથે ડીવાયએસપીની બદલીઓમાં રાજકોટ સેન્ટ્રલ જેલના રાકેશ દેસાઈને આઈબીમાં મુકાયા, રાજકોટના એસીપી ક્રાઈમ ડી.બી. બસીયાને ખેડા બદલી કરી તેમના સ્થાને મોડાસાના ડીવાયએસપી ભરત બસીયાને મુકાયા છે. રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી મહર્ષિ રાવલને બોટાદમાં જવાબદારી અપાઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચના એસીપીની બદલી કરવામાં આવી છે.

બદલીના ઓર્ડર સાથે ત્રણ પીઆઇને પ્રમોશન પણ અપાયું છે અને ડીવાયએસપી તરીકે જવાબદારી સોંપાઇ છે. જેમા હાલ મોરબીના પીઆઇ એમ.આર. ગોઢાણીયાને બઢતી સાથે આઇબી (ડીસા રીજીયન)માં મુકાયા છે. એસીબીના બી.એસ. રબારીને વડોદરા શહેર પોલીસની ખાસ શાખાના એસીપી તરીકે નિમણુંક અપાઇ છે. મોરબીના વી.બી. જાડેજાને બઢતી અપાઇ છે.પરંતુ નિમણુંક માટે પ્રતિક્ષામાં રખાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!