સુરતની યુવતી ને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા ! લગ્ન બાદ ગર્ભવતી થયા બાદ ખબર પડી કે યુવક ના છુટાછેડા નથી થયા અને પરણીત..
પ્રેમ પ્રકરણ અને પ્રેમ લગ્નના અનેક બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ શહેરના પુણા વિસ્તારમાં રહેતા એક યુવકે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભયંકર કૃત્ય આચર્યુ હતું. આ ઘટના અંગે જાણીને તમારું પણ હૈયુ કંપી ઉઠશે. વાત જાણે એમ છે કે, આ યુવક પરિણિત હતો અને તેણે પહેલી પત્ની સાથે છેટાછેડાનું નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું. વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને આ નકલી પ્રમાણપત્ર બતાવીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અન લવ મેરેજ કર્યા હતા.
યુવકે બે વાર ગર્ભવતી બનાવી હતી. બાદમાં તેને તરછોડી દીધી હતી. હાલમાં જ આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો વરાછા વિસ્તારમાં રહેતા અને કાપોદ્રામાં હીરાનો વ્યવસાય કરતા એક આધેડની 25 વર્ષીય દીકરી રીના ને એક પરિણિત યુવકે જબરી પ્રેમજાળમાં ફસાવી હતી યુવતી મૂળ ભાવનગરની છે અને તે સિંગાપોરમાં હોસ્પિટાલિટીનો અભ્યાસ કરે છે.એક સંબંધીના મિત્ર મારફતે પુણા વિસ્તારમાં રહેતા કરણ (નામ બદલ્યુ છે) સાથે થઈ હતી. એ પછી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.
રીના અને કરણ અલગ અલગ જગ્યાએ મળતા હતા. આ દરમિયાન કરણના લગ્ન અન્ય યુવતી સાથે થઈ ગય અને લગ્નના છ કે સાત મહિના બાદ કરણે છૂટાછેડાની વાત કરી હતી. રીનાને લલચાવી ફોસલાવીને પુણા ગામમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં કરણે રીના સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં કરણ રીના અશ્લીલ ફોટા પણ મોબાઈલમાં પાડી લીધા હતા. એ પછી કરણે અવારનવાર રીના સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી રીના ગર્ભવતી બની હતી અને એક હોસ્પિટલમાં લઈ ગયો હતો અને એબોર્શન કરાવી લીધુ હતુ.
વર્ષ 2011માં કરણે રીનાને એવું કહ્યું હતું કે તેણે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને બાદમાં બને લગ્ન કર્યા માર્ચ 2022માં રીનાને તેના પરિવારજનોએ અભ્યાસ માટે સિંગાપોર મોકલી દીધી હતી. એ પછી દોઢેક મહિના બાદ કરણ પણ વિઝીટર વિઝાના આધારે સિંગાપોર પહોંચી ગયો હતો. અહીં પહોંચ્યા બાદ તે રીના સાથે રહેવા લાગ્યો હતો. સિંગાપોરમાં પણ કરણે રીના સાથે કુકર્મ આચર્યું હતું.
રીનાએ જ્યારે કરણની તપાસ કરી તો એવું પણ જાણવા મળ્યું કે, તેણે નકલી છૂટાછેડાનું સર્ટિફિકેટ બતાવીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. કોર્ટ મેરેજ કર્યા બાદ રીનાને ગર્ભવતી બનાવીને કરણે રઝળતી કરી દીધી હતી. હાલ રીનાને અઢી માસનો ગર્ભ છે. આખરે રીનાને ભાન થયું હતું. જે બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈમાં કરણ વિરુદ્ધ લાખોના હીરાની ચિટીંગનો ગુનો નોંધાયો હતો. થોડા સમય પહેલાં મુંબઈ પોલીસ કરણને પકડવા માટે સુરત પણ આવી હતી. ત્યારે હવે કરણના કપરો સમય શરુ થયો છે. આ રીતે યુવતીને પ્રેમજાળમાં ફસવીને કરણે તેની જીંદગી બરબાદ કરી નાખી હતી.
