ગાંધીનગરનો તારાપુર બ્રિજ યુવક માટે બન્યો કાળ! પરિવાર એકનો એક દીકરો ગુમાવ્યો પરિવારે કહ્યું, કે બીમાર પિતા માટે….
ગુજરાતમાં રોડ અકસ્માતના અનેક પ્રકારના બનાવો બને છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ગાંધીનગર શહેરનું તારાપુર બ્રિજ જાણે મોતનું સ્થળ બની ગયું હોય એવું લાગી રહ્યું છે.હાલમાં જ થોડા દિવસો પહેલા 17 વર્ષના સગીરે બેફામ ગતિએ હોન્ડા સીટી કાર હંકારીને ડિવાઇડર કુદાવીને ઇનોવા કારને ડ્રાઇવર સાઈડ તરફ ધડાકાભેર ટક્કર મારી હતી જેનાથી તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, સગીર યુવકનું તો મોત થયું પણ ઇનોવા કારના ચાલકને ગંભીર હાલતમાં એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇનોવા કારના ચાલક કોર્ટ કલાર્કનું પણ મોત થયું. આ કારણે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ ઘટનાનમાં હોન્ડા સિટીમાં સવાર બે યુવાનો અને ઇનોવા કારના ચાલકને પણ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરેલ.
સારવાર દરમિયાન 17 વર્ષના સમય સુનીલ દોલાણીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના હાંસોલનાં 18 વર્ષીય સાહિલ દિનેશભાઈ મતવાણીને સારવાર માટે એપોલો હોસ્પિટલ દાખલ કરેલ છે.આ ઘટનામાં ઇનોવા કારના ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇનોવા ચાલક અંગે તપાસ કરતાં તેનું નામ કૌશલ રાજેન્દ્રભાઈ સેલત હોવાનું જાણવા મળ્યું છે.
34 વર્ષીય કૌશલ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતો હતો. જેનાં પિતા બીમાર હોવાથી ફાઈલ લઈને ડોક્ટરને બતાવવાં માટે સરખેજ તરફ જઈ રહ્યો હતો. એ સમયે હોન્ડા સીટી ડિવાઇડર કૂદીને ઇનોવાને અથડાઈ હતી. કૌશલ તેના પરિવારમાં એકનો એક દિકરો હતો અને યુવક ની પત્નીનું પણ ત્રણેક વર્ષ અગાઉ અવસાન થયું હતું. ખરેખર આ ઘટના સગીરવયના વાલીઓ માટે ખૂબ જ ચેતવણી સમાન કિસ્સો છે.
