વડોદરા : જીવન મરણ નો સાથ ! પત્નીના મોત ના સમાચાર સાંભળી ને પતિ નો પણ જીવ વયો ગયો..
પતિ અને પત્ની નો સંબંધ સાત જનમ નો માનવા આવે છે અને આજે પણ સમાજ મા અનેક એવા કિસ્સા ઓ સામે આવે છે જે પતિ પત્ની ના પ્રેમ ના સાર્થક કરે છે ત્યારે હાલ એક વડોદરા મા એક દુખદ કિસ્સો સામે આવ્યો હતો જેમા પત્નીનુ મોત થતા પતિએ સાથ છોડ્યો ન હતો અને પત્ની ના આઘાત મા પતિનુ પણ મોત થયું હતુ ત્યારે આ ઘટના જોઈ સૌ કોઇ ના આંખ મા આસુ આવી ગયા હતા.

જો આ ઘટના અંગે વાત કરવા મા આવે તો આ ઘટના વડોદરા મા મંગળવારે બની હતી જ્યારે માંજલપુર વિસ્તારમાં માણેજા ક્રોસીંગ રાજમણી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય સુશીલાબેન અમીન મંગળવાર સવારે 6 વાગ્યે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતા સમયે બાઈક ચાલેક ટક્કર મારત સુશીલા બહેન રોડ પર પડ્યા હતા અને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે 108 ના મારફતે તેમને હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યા હતા જ્યા તેમનું મોત થયું હતુ.

ઘટનાની જાણ સુશીલાબેન ના પુત્ર અર્પિતભાઇ ને થતા તાત્કાલિક હોસ્પીટલ એ દોડી આવ્યા જ્યાર બાદ માતાના અવસાનની જાણ સગા સંબંધી અને આડોશી પાડોશી ને કરી હતી જેથી લોકો ઘરે પહોંચતા આ વાતની જાણ સુશીલાબેન ના પતિ વાસુદેવભાઇને થતા આઘાત લાગ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો જયારે તેવો ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા હતા જ્યા તેમનું પણ અવસાન થયું હતુ.
માતા પિતા ના એક સાથે અવસાન થતા પુત્ર અર્પિત પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો અને મોટા પ્રમાણ મા સ્થાનિક લોકો અંતિમ યાત્રા મા જોડાયા હતા. જયારે અંતિમ યાત્રા મા ગમગીન દૃશ્યો સર્જાયા હતા. અર્પિત એ જણાવ્યુ હતુ કે માતા અને પિતા ના મૃત્યુ વચ્ચે માત્ર 30 મીનીટ નો જ ફેર પડ્યો હતો જયારે આ ઘટના મા મકરાપુરા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક (GJ-06-MN-8379)ચાલક શિવરાજ તીલોતમા બોરાહ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા, વડોદરા) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
