Viral video

TRB જવાનની દાદાગીરી જુઓ ! વિકલાંગ વ્યક્તિ ને લાફા જીકી દીધા… જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટનાઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, જામગર શહેરમાં એક શરમજનક ઘટના બની છે. વાત જાણે એમ છે કે, TRB જવાનની દાદાગીરી તો જુઓ, વિકલાંગ વ્યક્તિ ને લાફા જીકી દીધા. આ ઘટનાનો વીડિયો જ હાલમાં સોશિયલ મીડિયમા વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.

સૂત્ર દ્વારા મળ્યું છે કે, રાજ્યના TRB જવાનની દાદાગીરીના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે. હાલમાં જ જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં TRB જવાને તમામ હદ વટાવી દિવ્યાંગ વ્યક્તિને જોરદાર લાફો ઝીંકી લીધો હતો. આ ઘટનાને લઇને લોકોમાં રોષ ફેલાયો હતો.આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં TRB જવાન દશરથસિંહ જાડેજા અને દિવ્યાંગ વ્યક્તિ વચ્ચે ભરબજારે માથાકૂટ થઇ હતી. જોતજોતામાં ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ દરમિયાન પિત્તો ગુમાવી બેઠેલા TRB જવાનદશરથસિંહ જાડેજાએ  દિવ્યાંગ વ્યક્તિને લાફો ઝીંકી લેતા લોકો ક્ષણીક સ્તબ્ધ થઇ ગયા હતા.

જાહેરમાં વિકલાંગ વ્યક્તિને ફડાકો ઝીંકીને રૂબાબ બતાવતા  TRB જવાન સામે લોકોમાં રોષ ફેલાયો હતો.  આ મામલે દિવ્યાંગ વ્યક્તિ અપશબ્દો બોલ્યા હોવાનો TRB જવાન દશરથસિંહ જાડેજા આરોપ લગાવ્યો હતો. આ મામલે જવાબદાર અધિકારીઓ TRB જવાન વિરુદ્ધ કાર્યવાહી કરી શિષ્તના પાઠ ભણાવે તેવી લોકોમાથી માંગ ઉઠી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!