દેખા દેખીના ચક્કર મા આખો પટેલ પરીવાર હોમાઈ ગયો ! ઘરના મોભી બળદેવભાઈ પટેલે રડતા રડતા જણાવી એવી વાત કે
હાલના સમયમાં ગુજરાતીઓને વિદેશમાં કેનેડા અને અમેરિકામાં જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે કાયદેસર અને ગેરકાયદેસર રીતે ગુજરાતીઓ જીવના જોખમે વિદેશમાં એન્ટ્રી કરી રહ્યા છે ત્યારે અને કેવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હોય ત્યારે તાજેતરમાં જ ગુજરાતના ચાર યુવકો આવી રીતે વિદેશ જતા પકડાયા હતા. જેના પર હાલ કેસ ચાલી રહ્યો છે.

ત્યારે આ અગાઉ પણ એક પટેલ પરિવાર કેનેડામાં ગેરકાયદેસર રીતે એન્ટ્રી લેવા જતા મોતને ભેટયો હતો જેમાં પતિ જગદીશભાઈ પટેલ અને તેની પત્ની અને બે બાળકોના કરુણ મોત થયા હતા ત્યારે આજે પણ આ પટેલ પરીવાર ના મોભી ના જગદીશભાઈ ના પિતા બળદેવભાઈ ના આંસુ સુકાયા નથી અને દુખ ભરી રાતો વિતાવે છે. બળદેવભાઈ હાલમાં પત્ની મધુબેન, મોટા દીકરા મહેન્દ્ર અને તેના પરિવાર સાથે ડિંગુચા ખાતે જ રહે છે. ત્યારે તેવો એ મીડીઆ ના માધ્યમ જણાવ્યુ હતુ. કે

“અહીં કામ ઘણું છે, પણ એ કામ કોઈને પસંદ નથી. અહીં લોકોને મહેનત કરવી નથી અને દેખાદેખી પણ બહુ છે. અમેરિકાથી લોકો આવે એ ત્યાં મજૂરી કરતા હોય, પણ અહીં આવીને સાચું ન કહેતા હોય. અહીં સૂટબૂટ પહેરીને મોટી મોટી વાતો કરતા હોય છે, જેને લીધે અહીંના યુવાનો ભ્રમમાં જતા રહે છે અને અમેરિકા તરફ ખેંચાય છે. મોટો લાડવો ખાવા જાય છે અને ત્યાં ગયા બાદ ઘણા પસ્તાય પણ છે.

આગળ તેઓ કહે છે, આ બધા લોકો આપણું માનતા નથી, પણ તેમને જવાનો એટલો આગ્રહ હોય છે કે આપણે શું કરીએ? મારો પોતાનો પુત્ર 36 વર્ષનો હતો. હું તેને એમ થોડી કહી શકું કે તું ના જઈશ. પોતે ભણેલોગણેલો હતો. મારે ખેતીનું મોટું કામ છે, અમને ખાવા-પીવાની કે બીજી કોઈ તકલીફ પડે એમ નથી, પરંતુ લોકોના હિસાબે એ (જગદીશ) પણ અમેરિકા જવા ખેંચાયો. જગદીશભાઇ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હતું અને તેમનાં પત્ની ગ્રેજ્યુએટ થયેલાં હતાં. તેમને નોકરીની બહુ જરૂર હતી જ નહીં. થોડો સમય તેમણે ગાંધીનગર કોલેજમાં નોકરી કરી હતી. મારે ખેતી એટલો મોટી છે કે મારે ખુદને માણસની જરૂર હોય છે. એ મોટા ભાગે મારી સાથે જ રહેતો હતો.

તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાથી દર છ મહિને એક ભાઈ અમારા ગામમાં આવે છે અને મોટી મોટી વાત કરતા હોય છે. તેના ત્યાં લોકો જાય છે. એ ત્યાં લોકોને રાખે છે અને કામ પણ આપે છે. અહીંથી જતા લોકો પાસે મજૂરી કરાવીને પગાર આપવામાં ગલ્લા-તલ્લા કરે છે. પછી અમુક મહિનાઓ પછી કામ પર રાખેલા છોકરાઓને અવનવાં બહાનાં બનાવી પગાર આપવામાં ધાંધિયા કરે છે અને છેવટે કંટાળીને તે યુવાન નોકરી છોડીને ભાગી જાય છે.

પરિવારને યાદ કરીને રાતોની રાતો નીકળી જાય છે. તમે નહીં માનો. એટેક આવે એવું થઈ જાય છે. ખાલી આવતો નથી. બેબી હતી ગોપી સાતમામાં ભણતી હતી. એનો પહેલો નંબર આવતો હતો. 98, 99, 100 ટકા સુધીનું એનું રિઝલ્ટ આવતું હતું. ઓછા માર્ક આવે તો એ ઝઘડતી કે મારું સાચું છે ને તમે ખોટું કેમ આપ્યું છે? એવી કમ્પ્લેઇન કરતી….
તેમની સાથેના એકેએક પ્રસંગો યાદ છે. ભાવુક થઈને કહે છે, ‘તેમની જવાની પ્રોસેસ ચાલુ જ હશે. અમેરિકા ગયા તેના ચાર દિવસ પહેલાં જ બાબો ધાર્મિક કહેતો હતો કે દાદા, હું મરી જઉં? દાદા હું મરી જઉં? મેં તેને સમજાવ્યો કે કેમ બકા તું આવું બોલે છે? ત્યારે મારી પત્નીને મેં કહ્યું કે આ આવું કેમ બોલે છે? આને બહાર લઈ જા અને રમતે વાળ. મારા માટે તો લાસ્ટ મોમેન્ટ જ કહેવાય ને એ બધી! એ બધાની બહુ યાદ આવે છે પણ શું કરું? પછી મેં તેને સમજાવ્યો પણ ખરો. તેને ગાડીનાં નામો યાદ રહી જતા હતા. કંપનીની ગાડીઓનાં નામ મને નહોતા આવડતા એટલા તેને આવડતા હતા (આટલું કહેતાં જ એ રડી પડે છે.)
વધુ મા બળદેવભાઈ જણાવે છે કે ” હું જગદીશને કંઈ કહી શક્યો નહીં. તેણે મને કહ્યું કે પપ્પા, હું અમેરિકા જઉં છું. મેં કહ્યું, ભાઈ તારી ઈચ્છા. તને ઠીક લાગે એમ કર. તો તેણે કહ્યું, છોકરાઓના ભાવિ માટે જઉં છું. 36 વર્ષના છોકરાને ના પણ કઈ રીતે કહું? આ રીતે કેટલા બધા જાય છે પણ આપણને આવી કોઈ ગણતરી જ ના હોય.”
જ્યારે આ ઘટના ને લીધે આજે પણ આ પરિવાર આઘાત મા છે અને રોજ યાદ કરી કરી ને રડે છે અને જ્યારે જગદીશભાઇ અને તેમના પરિવારની અંતિમવિધિ કરવા તેઓ કેનેડા આ પરિવાર પહોંચ્યો હતો ત્યારે તેવો ને એરપોર્ટની બહાર જ ના નીકળવા દેવાતા જગદીશભાઈ ના અંતિમ સંસ્કાર પરીવાર ના સભ્યો નહોતા કરી શક્યા અને કેનેડા મા વસતા પિતરાઈ ભાઈ એ અંતિમ વિધિ પૂરી કરી હતી.
