ફરી ભર બજારે ખેલાયો ખુની ખેલ ! છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, વીડિયો જોઇને ધૃજી જશો
હત્યાના બનાવો એટલા વધી ગયા છે કે, હવે ગુનેગારોને પોલીસનો પણ ડર નથી રહેતો. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં ધોળે દિવસે અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આવો જ એક બનાવ હાલમાં દિલ્હીમાં બન્યો છે, જ્યાં એક 22 વર્ષના યુવાનની ભર ભરબજારમાં રસ્તા વચ્ચે 4 થી 5 લોકોએ મળીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થયેલી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે ક્યાં કારણોસર આ ખૂની ખેલ ખેલાયો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના દિલ્હીની છે. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મુજબ તમેં જોઈ શકો છો કે, 4 થી 5 લોકો યુવકને ઘેરીને ચાકૂથી મારી રહ્યા છે અને ભીડ પ્રેક્ષક બનીને ઉભી રહી છે. આ ઘટના અંગે તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, 11 ઓગસ્ટના રોજ 22 વર્ષીય મયંક તેના મિત્ર સાથે માલવિયા નગર વિસ્તારના બેગમપુરના કિલ્લામાં બેઠો હતો, ત્યારે મયંકને 4-5 અજાણ્યા લોકો સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી અને પથ્થર વડે હુમલો કર્યો હતો.
મયંક અને તેનો મિત્ર જીવ બચાવવા ભાગ્યા પણ આરોપીઓ મયંકનો પીછો કરતા માલવિયા નગર વિસ્તારના ડીડીએ માર્કેટમાં પહોંચ્યા અને પછી મયંકને ઘેરી લીધો અને ભીડવાળા બજારમાં ધારદાર છરીઓ વડે હુમલો કર્યો, ત્યારે ત્યાં હાજર લોકો માત્ર આ દ્રશ્ય જોતા રહ્યા, ત્યારે ખરેખર કહી શકાય કે માનવતા ભૂલી જ ગયા છે લોકો. આ ઘટના બાદ મયંકના મિત્રએ રસ્તા પરના લોકોની મદદથી મયંકને ઈજાગ્રસ્ત હાલતમાં એઈમ્સમાં દાખલ કરાવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે.
આ મામલે પરિવારજનો પોલીસ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. મૃતદેહ હોસ્પિટલમાં છે, પરંતુ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું નથી. જે તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.આ મામલામાં ડીસીપી બેનિતા મેરી જેકરે કહ્યું કે આ ઘટનાને અંજામ આપનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.મૃતકે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ હત્યારાઓ પોલીસની પકડમાંથી બહાર છે.
दिल दहला देने वाला ये #वायरल_वीडियो राजधानी दिल्ली का है जहां 4 युवकों ने मामूली कहासुनी में 25 वर्षीय मयंक की सरेआम चाकुओं से गोदकर हत्या कर दी ।
मामला मालवीय नगर इलाके के बेगमपुर का है ।@CPDelhi#ViralVideo #CCTV #Murder #Delhi pic.twitter.com/fkeYDVLdFh— Raj Verma (@RajKVerma4) August 12, 2022
