Gujarat

મોરારી બાપુ શિક્ષક માથી આવી રીતે બન્યા કથાકાર ! જાણો કયા ગામ થી છે અને પરીવાર મા કોણ કોણ…

આજે આપણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો વિશે જાણીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વર્ષોથી મોરારી બાપુ રામ કથાનું રસપાન કરાવે છે તેમજ તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. જયારથી મોરારી બાપુએ રામકથા શરૂ કરી છે, ત્યારથી બાપુ એવું સૂત્ર આપતા રહે છે કે ભજન કરો અને ભોજન કરાવો. આજે પણ ‘ચિત્રકૂટધામ તલગાજરડા’ બાપુને મળવા આવનારા તમામ મુલાકાતીઓ અને અતિથિઓને બાપુની એક વિનંતી તો હોય જ “શક્ય હોય તો પ્રસાદ લઈને જજો.

વર્ષ ૧૯૮૬ થી શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ પણ સ્થપાયું હતું. કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના બાધ વિના સન્માન સાથે સવાર-સાંજ તલગાજરડાના ‘કૈલાસ પ્રભુ પ્રસાદ ગૃહ’ માં પ્રસાદ મેળવે છે. અનેક લોકોને આરોગ્ય વિષયક સહાય ટ્રસ્ટ કરતુ રહ્યું છે. આજે પણ આ સેવા અવિરતપણે ચાલુ છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કઈ રીતે મોરારી બાપુ આ સ્થાન પર પહોંચ્યા. ગુજરાતમાં ભાગ્યો જ કોઈ કથાકારે દેશ વિદેશમાં મોરારીબાપુ જેટલી નામના અને ચાહના મેળવી હશે. જેના કારણે તેમના સમર્થકોની સંખ્યા કરોડોમાં છે.

ભાગ્યે જ લોકો જાણતા હશે કે, મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ સૌરાષ્ટ્રના મહુવા નજીક તલગાજરા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં. 5 મીલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતાં હતા. તેમને રોજની 5 ચોપાઈ પ્રતિદિન યાદ કરતા હતા. આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી.

દાદાજીને જ બાપુએ પોતાનાં ગુરુ માની લીધા હતા. 14 વર્ષની આયુમાં બાપુએ પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં એમનું મન અભ્યાસમાં ઓછું અને રામકથામાં વધારે હતું.તેમણે મહુઆની જે પ્રાથમિક વિધાલયમાં શિક્ષણ લીધું ત્યાં જ શિક્ષક બન્યાં હતા. જોકે, તેઓ રામાયણ પાઠમાં એટલા ડૂબી ચુક્યા હતા કે સમય કાઢવો પણ કઠિન હતો બાદમાં તેમને અધ્યાપન કાર્ય છોડવું પડ્યું હતું.

મોરારી બાપુના લગ્ન નર્મદા દેવી જોડે થયા છે. એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પેહલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકાર કરી લેતાં હતાં, પણ ધન ઘણું વધુ આવવા માંડ્યું તો તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું. ઘણા લોકો મોરારી બાપુની કાળી શાલ વિશે એવી માન્યતા રાખે છે કે, હનુમાજી અથવા કોઈ સંતે આપી છે પણ બાપુ કહે છે કે, તેમને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે જેથી તેઓ આ શાલને ખભા પર રાખું છું. આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.

મોરારિબાપુએ વારાણસી, અલાહાબાદ અને હરિદ્વાર જેવાં હિંદુઓનાં ધાર્મિકસ્થળોમાં કથા કરી છે, તો તેમણે કચ્છમાં હાજી પીરની દરગાહ પાસે પણ રામકથા યોજી છે. આ સિવાય તેમણે ખ્રિસ્તીઓ માટે મહત્ત્વપૂર્ણ શહેર રોમ (ઇટાલી) ઉપરાંત ખ્રિસ્તી-યહુદી અને મુસ્લિમો માટે પવિત્ર ધાર્મિક શહેર જેરુસલેમ (ઇઝરાયલ)માં પણ રામકથા કરી છે.

પોતાની વાત ને સરળતા થી સમજાવ્વા માટે બાપુ સેર અને સાયરી નો પણ ઉપયોગ કરે છે જણાવી દઈએ કે વર્ષ 1976 માં બાપુની પહેલિ વિદેશ કથા યોજાઈ હતી કે જે નૈરોબિ માં હતી. અત્યાર સુધીમાં બાપુએ 823 થી વધારે કથાનું પઠન કરી ચુક્યા છે.

શ્લોકને લોક સુધી’ પહોંચાડવામાં માનતા મોરારીબાપુએ 1981માં પોતાના ગામ તલગાજરડાથી 5 કિલોમીટર દૂર મહુવા પાસે વિશાળ વિસ્તારમાં કૈલાસ ગુરુકુળની પણ સ્થાપનાકરી. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ગુજરાતના વૈષ્ણવ  સાધુ સમાજના બાળકો માટે રહેવા-જમવા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. લીલીછમ હરિયાળી વચ્ચે આશરે આઠ એકરમાં ફેલાયેલુ ગુરુકુળ આજે શુભ કાર્યો માટેનું પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

કૈલાસ ગુરુકુળના સાનિધ્યમાં અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ, સદ્દભાવના પર્વ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા ગુરુકુળમાં રહેતા બાળકોના જીવનનુ પણ યોગ્ય ઘડતર થાય છે. જ્યારે કથા ઉપરાંતના સમયમાં તલગાજરડામાં રહેતા મોરારીબાપુ ચિત્રકૂટધામના પટાંગણમાં પોતાની કુટિરમાં બેસીને લોકો સાથે મુલાકાત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!