ગાંધીનગર મા દિલીપસિંહ વાઘેલા પર ધડાધડ ફાયરિંગ કરી હત્યા કરવામા આવી ! હત્યા કરનાર…
ગુજરાતમાં સાતમ-આઠમની શરૂઆત એટલે જુગાર રમવાનું શરૂ. હાલમાં જ્યારથી શ્રાવણ માસ પ્રારંભ થયો છે, ત્યારથી જ પોલીસે અનેક જુગારીઓને રમતા ઝડપયા છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે, ગાંધીનગરમાં જુગાર રમતા આધેડની હત્યા કરવામાં આવી. સૌથી દુઃખદ ઘટના અને હૈયું કંપાવી દેનાર બન્યો. આરોપીએ મૃતકનો જીવ નીકળી ગયા પછી પણ 8થી 10 ઘા ઝીંક્યા. ચાલ9બા ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના કોલવડા ગામથી સોનીપુર તરફ જતાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં મિત્રો સાથે જુગારની બાઝી માંડીને બેઠેલા ગામના 49 વર્ષીય દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ચારેક મહિના પહેલા દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું.

હાલમાં જ કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા હતા. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતાં ગામનાં દિલીપસિંહ વાઘેલા ઉપર પોઈન્ટ 2.2ની રિવોલ્વર વડે ફાયરિંગ કરી તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગામમાં મર્ડરની વાત વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા.બનાવના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવેલ કે, દિલીપસિંહના પત્નીનું વીસેક વર્ષ અગાઉ બીમારીના કરનાર અવસાન થયું હતું અને ત્રણ સંતાનો પણ છે. જે પછીથી દિલીપસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી એક દિકરો પણ છે.
