Gujarat

સુરત : ભગવાન આવા દીકરા કોઈ ને ના દે ! સાત મહીના પિતાને કેદ કરી રાખ્યા, સતત ત્રાસ આપતા, મકાન પણ પોતાના નામે કરાવી લીધુ…

આજે આઝાદી નો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખરખેર ની આઝાદી તો સુરત ના માણિકલાલ ને મળી છે. માતા પિતા સંતાનો માટે દીવસ રાત એક કરીને મોટા કરે છે અને તો દીકરાઓની પણ જવાબદારી બને કે સમય આવે ત્યારે માતા પિતાની સેવા કરે પરંતુ હાલના સમય મા અનેક એવા કિસ્સા ઓ સામે આવે છે જેમા સંતાનો દ્વારા વાલીઓ પર ત્રાસ ગુજારવા મા આવતો હોય અને બાદ મા વૃધ્ધાશ્રમ મા મુકવામા આવતા હોય ત્યારે આવા જ એક કિસ્સાની વાત કરીશું.

75 વર્ષ ના મણીકલાલ છેલ્લા સાત મહિના થી એક રુમ મા બંધ હતા આ રંમ મા બંધ કરનાર બીજુ કોઈ નહી પણ પોતાના જ બે દીકરા હતા. મણીકલાલ ની વાત કરવા મા આવે તો તેવો સુરત ના ઉધના રહેવાસી છે. પુત્રો દ્વારા પિતા ને સતત ત્રાસ આપવામા આવતો સમયે જમવાનું પણ ના આપતા અનેક વખત તો એવું બન્યુ હશે કે આડોશ પાડોશે ચોરી છુપે મણીકલાલ ને બારી માથી જમવાનું આપ્યું હોય.

મણીકલાલના પત્નીની વાત કરવા મા આવે તો તેમનું નામ પુષ્પા હતુ. પુષ્પા છેલ્લા એક વર્ષ થી વૃધ્ધાશ્રમ મા જ હતા. જ્યારે પતિ પત્ની ની ફરી મુલાકાત થવાની હતી. જયારે પિતા પર દીકરા દ્વારા આવો ત્રાસ ગુજરાતા જોઇ જયેશ નામના વ્યક્તિએ સ્વૈચ્છિક સંસ્થા હેલ્પડ્રાઈવ ફાઉન્ડેશનને જાણ કરી હતી જે બાદ ફાઉન્ડેશનના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને ઘરનું તાળું તોડીને માણિક લાલને બહાર કાઢ્યા હતા અને યોગ્ય રીતે કપડા પહેરાવી ને તેને ડિંડોલીના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા હતા જ્યા અનેક લોકો તેને જોવા આવ્યા જયારે તેમના પત્ની પહેલા થી જ આ વૃધ્ધાશ્રમ મા હોવાથી બન્ને નુ મિલન થયું.

માણિકલાલના પત્ની પુષ્પાએ જણાવ્યું હતું કે‘ દોઢ વર્ષ પહેલા પુત્રોએ એવા હેરાન કર્યા કે કચરામાંથી ખોરાક ખાવો પડતો.’ 1 વર્ષ પહેલાં ડિંડોલીમાં વૃદ્ધાશ્રમ ચલાવતા અનિલભાઈને કોઈકે ફોન કરતાં તેઓ બંનેને વૃદ્ધાશ્રમ લઈ આવ્યા.થોડા સમય બાદ માણિકલાલ ત્યાંથી જતા રહ્યાં. પુત્રોએ પકડીને ઘરમાં બંધ કરી ઘર પોતાના નામે કરાવી લીધું હતું.”

માણિકલાલે કહ્યું કે, હું આ પરિસ્થિતિમાં દરરોજ વિચારતો કે ક્યારે નવો સૂર્ય ઉગશે, કંઈ ખબર ન હતી. ખૂબ જ અસ્વસ્થ હતો. હું આત્મહત્યા કરવાનો હતો. પરંતુ હવે હું મારી પત્ની પાસે પાછો આવ્યો છું. મને સારું લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!