Gujarat

રાજકોટ : ઉદ્યોગપતિ ના દિકરા નુ અપહરણ કરી 15 કરોડ ની ખંડણી માંગી ! પોલિસે ફિલ્મી સ્ટાઈલ મા દબોંચી લીધા અને અપહરણ થયેલા યુવાન ને…

આપણે સૌ કોઈ જાણીએ છે, અપહરણના લીધે અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, .રાજકોટના શાપરવેરાવળમાંથી ફેકટરી ધરાવતા ઉદ્યોગકારના યુવાન પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીએ 15 કરોડની ખંડણી માંગ કરેલ હતી.આ ઘટનાને પગેલે ચાર આરોપીએને અમરેલી પોલીસે ઝડપી અપહત યુવાનને મુક્ત કરાવ્યો હતો.

અમરેલી પોલીસે ચારેય આરોપીઓને રાજકોટ પોલીસના હવાલે કર્યા હતા. ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતેથી કમલ એન્ટપ્રાઇઝ નામની ફેકટરીના માલીક શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલાના પુત્ર અદનાન ઉ.વ.25 વાળાનું અપહરણ કરવા પુર્વયોજીત કાવતરૂ રચ્યું હતું. રૂ15 કરોડ રૂપિયાની માંગણી કરી અને નહીં આપે તો પુત્ર અદનાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ વાળાએ ફરિયાદ જાહેર કરતા રાજકોટ ગ્રામ્ય, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુન્હો દાખલ કર્યો હતો.આરોપીઓ અમરેલી જિલ્લાના રહેવાસીઓ હોવાને કારણે રાજકોટ પોલીસની ટીમો અમરેલી જિલ્લામાં પહોંચી તપાસ શરૂ કરી હતી. એસપી હિમકર સિંહ દ્વારા એક્સન પ્લાન તૈયાર કર્યો હતો.

શોધખોળ હાથ ધરી ત્યારે રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળતા અપહરણકારોની ગુન્હામાં વપરાયેલ ફોરવ્હીલ કાર સાથે સાવરકુંડલા – રાજુલા હાઇવે રોડ ઉપરથી પકડી પાડી ચારેય આરોપીઓને રાજકોટ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ જાણવા મળ્યું હતું કે, નઇમ ઉસ્માનભાઇ કનોજીયા, અમીન રસુલભાઇ મંધરા, અબ્દુલ તપાસીભાઇ બુકેરા, હમીદભાઇ કાદરભાઇ જાખર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!