ભાવનગરના યુવાને 314 ચોખા દાણા પર માઈક્રો પેન યુઝ કર્યા વિના હનુમાન ચાલીસ લખી! એવી વસ્તુથી લખી કે જાણીને આંચકો લાગશે…
આજે દરેક વ્યક્તિમાં ઈશ્વરે આપેલ કળા રહેલી હોય છે. આ કળાને સોળે કળાએ ખીલવીને તેનું પરિણામ લાવવુંએ વ્યક્તિના હાથમાં હોય છે. હાલમાં જ આવી એક ઘટના બની છે. યુવાને પોતાની આવડત દ્વારા એવું કરી બતાવ્યું કે, તમેં સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરના રહેવાસી ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહએ અનેરી સિદ્ધિ મેળવી છે.

આ યુવકે ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખી ત્રણેય બુક ઓફ રેકોર્ડ તેના નામે નોંધાયા છે. જેમ કે, ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાને લગ્ધીરસિંહએ ચશ્મા લગાવ્યા વગર ચોખાના 314 દાણા પર હનુમાન ચાલીસા લખી બતાવી. આ હનુમાન ચાલીસા લખવા માટે તેમણે કોઈપણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો નથી.સાદી લાલ બોલ પેનથી જ કૃતિ પૂર્ણ કરી છે.

આ યુવાન વિશે જાણીએ તો તેને 12 કોમર્સ પછી ઈતિહાસ વિષયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોળકાની આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્ષ 2021માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું અને સૌથી ખાસ વાત કે તેને પોતાની કળા બદલ અનેક એવોર્ડ મેળવીને પોતાનું નામ અને માતા પિતાનું નામ રોશન કર્યું છે.

આ અનોખી સિદ્ધિ બદલ ગોહિલ લગ્ધીરસિંહેને કષ્ટભંજન દેવ સાળંગપુરના મહંત દ્રારા પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. આ યુવાનનું સપનું છે કે, તે આ રસના વિષયમાં ખૂબ જ આગળ વધવા માગીને દેશનું નામ રોશન કરવા માંગે છે. ખરેખર આ યુવાને જે કળા દેખાળી એ વિશ્વસ્તરીય નોંધ લેવા જેવી છે. આવું કાર્ય કરવું ખૂબ જ કઠિન હોય છે.

