કેશોદમાં એક દિવસે બે દુઃખદાયી ઘટના! મોટર ચાલુ કરવા જતી વખતે વીજ શોકથી મોત થયું જ્યારે એક વૃદ્ધનું સીડીએથી..
હાલમાં સતત વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન વીજ શોકની ઘટનાઓ વધુ બને છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
કેશોદના ડેરવાણ ગામે વાડિયે મોટર ચાલું કરવા જતાં વીજ શોક લાગવાથી એક યુવકનું દુઃખ નિધન થયું હતું. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો, જાણવા મળ્યું હતું કે, કેશોદનાં ડેરવાણ ગામે રહેતા 42 વર્ષના લખમણભાઈ દેસાભાઈ ધૂળા પોતાની વાડિયે ઈલેક્ટ્રીક મોટર ચાલું કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો જેથી તેઓ બેભાન થયાં હતાં.
આ દુઃખદ ઘટના બાદ પરીવારને જાણ થતા જ યુવકને સરકારી હોસ્પિટલ લવાતાં ડોકટરે મોત થયાનું જણાવ્યું હતું. યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયું હતું. આ જ દિવસે વધુ એક દુઃખદ ઘટના બની હતી જાણવા મળ્યું હતું કે,
કેશોદના અમૃતનગર વિસ્તારમાં અગાશી પરથી નીચે ઉતરતાં સીડી પર પગ લપસી જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
સરકારી હોસ્પિટલ લાવવામાં આવતાં ડોકટરે મોત થયાનું જાહેર કર્યું હતું.અમૃતનગર વિસ્તારમાં રહેતાં પ્રવિણભાઈ અરજણભાઈ રૂપાવટિયા પોતાના મકાનની અગાસી પર થી સીડી દ્વારા નીચે ઉતરતાં હતાં ત્યારે પગ લપસી પડ્યાં હતાં. જેને કારણે માથાના ભાગે ઇજા પહોંચી હતી જેથી હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં જયાં હાજર ડોક્ટરે મોત થયાનું જાહેર કર્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
