Gujarat

સમુદ્રને કિનારે સીફેજમાં આવેલ સવજીભાઈ ધોળકિયાના આલીશાન ઘરમાં પ.પૂ 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પધરામણી કરી…જુઓ તસ્વીરો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સવજીભાઈ ધોળકિયા ખૂબ જ નિર્મળ અને સરળ સ્વભાવના છે. તેઓ ભગવાન સ્વામિનારાયણના પણ પરમ ઉપાસક છે. ખાસ કરીને તેમના પિતાજી પણ ચુસ્ત હરિ ભગત છે અને સદાય તેઓ શ્રીજીની ભક્તિમાં લીન રહે છે. હાલમાં તા-12/8/2022 મુંબઈ વરલી સમુદ્રને કિનારે સીફેજમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિવાસ સ્થાને પ.પૂ 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પધરામણી કરી અને ભક્તો ને દિવ્ય આશીર્વચન આપ્યા.

આ શુભ અવસરે તેમના પરિવારના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌથી ખાસ વાત એ કે, આટલા સંપત્તિ વાન હોવા છતાં પણ તેઓ જમીન પર બેસીને પરમ પૂજ્ય આચાર્યશ્રીના મુખેથી કથા સાંભળી રહ્યા છે. તેમજ પ.પૂ 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી એ નિવાસ સ્થાનમાં આવેલ મંદિરમાં ઠાકોરજી પૂજા અર્ચના કરી હતી. સવજીભાઈના આ નિવાસ સ્થાન વિશે જાણીએ

મુંબઈમાં 19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. 30 જુલાઈના રોજ થયેલ બંગલાના રજિસ્ટ્રેશન અનુસાર, આ બંગલો એસ્સાર ગ્રૂપ (Essar Group) ની કંપની આર્કય હોલ્ડિંગ્સ દ્વારા વેચવામાં આવ્યો છે. બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું. જેના અનુસાર, 1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.


આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 7 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે  લાંબા સમયથી તેમનો પરિવાર અને કેટલાક સ્ટાફના સભ્યો આવા ઘરની શોધમાં હતા. અંતે તેમને મુંબઈમાં બિલ્ડીંગ પસંદ આવી હતી. જે તેમની ઓફિસથી એકદમ નજીક છે. ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!