Gujarat

ગાંધીનગરનાં SRPના જવાને પોતાનાં જીવની પરવહા કર્યા વગર કેનાલ કૂદકો મારીને આત્મહત્યા કરનાર આધેડનો જીવ બચાવ્યો…

ખરેખર ગુજરાત પોલીસની કામગીરી ખૂબ જ સરહાનીય છે. હાલમાં જ એક એવી ઘટના બની છે કે,  ગાંધીનગરની નર્મદા કેનાલમાં પડતું મૂકનાર આધેડને SRPના જવાને કૂદકો મારીને બચાવી લીધા. આ ઘટનાને લીધે અનેક લોકો એ પોલીસ જવાનની બહાદુરીને બિરદાવી છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરની અડાલજ પાસેની નર્મદા કેનાલમાં જીવન મરણના ઝોલા ખાતા આધેડને ONGC SRP ગ્રુપ-15ના જવાને પોતાનો જીવ જોખમમાં મૂકીને લગાવીને બચાવી લઈ સરાહનીય કામગીરી કરી છે.

ગુજરાત પોલીસની અનેક ઘટનાઓ સામે આવતી  હોય છે અને આમ પણ પોલીસ પ્રજાજનોની સુરક્ષા માટે હંમેશા તૈનાત રહે છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો  ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલમાં આજે સવારના સમયે  કેનાલમાં પડેલ વ્યક્તિ ઊંડા પાણીમાં જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હતો અને લોકો તેને બચાવોની બૂમો પાડી રહી હતી. પણ કેનાલમાં પડવાની કોઈની હિંમત થઈ ન હતી.

આ દરમિયાન પોતાની ONGC મહેસાણાની SRPF ગ્રુપ – 15 ના જવાન પ્રવીણભાઈ દેવશીભાઈ ભરવાડ ચાંદખેડા ખાતે નાઈટ પેટ્રોલિંગ ટાઈગર-1 કલોલ વિસ્તારની ફરજ પરથી પરત કેમ્પ પર જઈ રહ્યા હતા. શાહભાઈ નામની વ્યક્તિએ કેનાલની જાળી કૂદીને અંદર પડતું મુક્યું હોવાનું માલુમ પડયું હતું. તેમજ રેસ્કયુ ટીમ પણ બચાવ કામગીરી કરવાની કામગીરી માટેની તૈયારી કરી હતી.

જેનાં પરિવારજનો પણ કેનાલ પર દોડી આવી નિઃસહાય ની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને એસઆરપીના જવાન પ્રવીણભાઈએ પળવારનો પણ પોતાના જીવનો વિચાર કર્યા વિના કેનાલમાં ઉતરી ગયા હતા આથી રેસ્કયુ ટીમે દોરડું પકડી રાખતાં પ્રવિણભાઈ કેનાલમાં કૂદી પડ્યા હતા. પણ કેનાલમાં પાણીનો ધસમસતા પ્રવાહમાં તરવું મુશ્કેલ ભર્યું હતું.

પ્રવિણભાઈએ દોરડું ફેંક્યું હતું. પણ તે વ્યક્તિ દોરડું પકડી શક્યો ન હતો. અને કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. અને તેના માત્ર બે હાથ જ દેખાય રહ્યા હતા. આથી પ્રવીણભાઈએ પોતાની આગવી સૂઝબૂઝથી દોરડાનો ફંદો બનાવીને ફેંક્યો હતો. અને ડૂબનાર વ્યક્તિના બંને હાથમાં દોરડું ભરાઈ ગયું હતું. જેવું દોરડું ખેંચ્યું કે ડૂબનારનો હાથ દોરડાથી ટાઇટ રીતે બંધાઈ ગયો હતો. શાહભાઈનો જીવ બચાવી લીધો હતો.

બાદમાં પ્રવીણભાઈ અને તેમના સ્ટાફના માણસો કેનાલ પરથી રવાના થઈ ગયા હતા. જ્યારે કેનાલમાં પડતું મૂકનાર શાહભાઈને ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસઆરપી જવાન પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં પત્ની કિરણબેન અને બે વર્ષનો દિકરો પ્રિન્સુ છે.જીવ બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો હતો. એક વ્યક્તિનો જીવ બચી ગયો એજ ખૂબ મહત્ત્વનું છે એમ કહી એસઆરપી જવાન પ્રવિણભાઈએ પોતાની વાત પૂર્ણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!