Viral video

વડોદરા મા મટકી ફોડના કાર્યક્રમ મા ભયંકર દુર્ઘટના સર્જાઈ ! સમગ્ર ઘટના વિડીઓ કેદ જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગઈકાલે ગુજરાત અને દરેક રાજ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. ત્યારે આ દરમિયાન એક ખૂબ જ દુઃખદાયી ઘટના વડોદરા શહેરમાં બની હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો વડોદરા પાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું.

આ મટકીફોડનો ઉત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક યોજાયેલ હતો, ત્યારે આ સમયગાળા દરમિયાન જ એક આકસ્મિક ઘટના બનેલી. મટકી ફોડ બાદ નીચે ઉતરતી વેળાએ એક યુવક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં અન્ય એક યુવકને પણ ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં એકને આંખના ભાગે તો અન્યને હાથમાં ઇજા પહોંચી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બંને યુવાનો જલ્દીથી સ્વસ્થ થઈ જાય.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કાર્યક્રમમાં યુવકોની ટોળકીએ પિરામિડ એક યુવક આખરે ટોચ સુધી પહોંચીને તેણે મટકી ફોડે છે. મટકી પણ ફૂટી ગઈ હતી અને નીચે ઉતરતી વેળાએ એક યુવક સીધો નીચે પટકાય છે. તાત્કાલિક જ યુવાનને ઊંચકીને જ યુવકને એમ્બ્યુલન્સમાં બેસાડે છે. યુવકને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!