Gujarat

 23 વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, સસરા સાથે લફરું હોવાનો વહેમ રાખી 

હાલ ના સમય મા આપઘાત ના બનાવો સતત બની રહ્યા છે ગઈ કાલે જ રાજકોટ મા એક પરણીતા એ આપઘાત કરી જીવન ટુકાવ્યું હતુ જયારે આજે ફરી એક પરિણીતા એ આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના રાંધેજા મા સામે આવી હતી જેમા લગ્ન ના સાત જ મહીના મા પરીણીતા એ ગળાફાંસો ખાઈ લીધો હતો જયારે આ ઘટના અંગે પેથાપુર પોલીસ મથક મા ફરીયાદ નોંધાઈ હતી.

ઘટના અંગે વિગતે વાત કરવામા આવે તો ગાંધીનગર શહેરના ગોઝારીયા ખાતે રહેતાં શૈલેષભાઈ અંબાલાલ પટેલ ગોઝારીયા ગામમાં ટાવર ચોકમા ઉમિયા માતાજીના મંદીર સામે ઉમિયા સાયકલ સ્ટોર્સ પર બેસી સાયકલ રીપેરીંગનો ધંધો કરે છે જેમની એકની એક દીકરી હેતલના લગ્ન આજથી સાતેક માસ પહેલા ગાંધીનગરના રાંધેજા મુકામે રહેતા બળદેવભાઇ કાન્તીભાઇ પટેલના પુત્ર ધ્રુમિલ સાથે જ્ઞાતિના રિતી-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.

સાત મહીના ના લગ્ન જીવન મા હેતલ નુ લગ્ન જીવન માત્ર એક મહીનો જ બરોબર ચાલ્યુ અને અવારનવાર પિયર મા ચાલી ગઇ હતી જ્યારે સાત મહીના ની અંદર જ હેતલે પોતાનું જીવન ટુકાવી લીધુ હતુ જયારે આ ઘટના અંગે મૃતક હેતલ ના પરીવાર પાસે થી જાણવા મળ્યુ હતુ કે હેતલ ને અવારનવાર તેના સાસુ વિમળાબેન સસરા બળદેવભાઇ સાથે લફરું હોવાની શંકા રાખીને મહેણાં ટોણાં મારતા હતા અને કામ કાજ મા ભુલ કાઢી ને માનસીક ત્રાસ પણ આપવામા આવતો હતો.

આ ઉપરાંત પતિ ધૃમીલ પણ તેના જ પિતા એટલે સસરા બળદેવભાઈ સાથે લફરું હોવાનું માનીને ટૉર્ચર કર્યા કરતો હતો. આ ઉપરાંત નણંદ દ્વારા પણ કોઈ ને કોઈ રીતે ત્રાસ આપવાનો આવતો હોવાથી હેતલ પિયરે ચાલી આવતી હતી અને પિયરમાં ફરિયાદ કરીને અઘટિત પગલું ભરી લેવાની પણ વાત કરતી હતી જયારે પિતા ના સમજાવટથી પાછી સાસરીયે પરત ફરતી હતી. જ્યારે ગઈકાલે રાત્રિનાં રાત્રીના આશરે આઠેક વાગે હેતલે ગળાફાસો ખાઈ ને પોતાનું જોવન ટુકાવી લીધુ હતુ જયારે આ વાત ની જાણ હેતલના પરિવાર ને થતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેવો તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ પણ સિવિલ દોડી ગઈ હતી. અને લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પીએસઆઇ એમ એસ રાણાએ જણાવ્યું હતું કે, મૃતકનો પતિ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ત્યાં રહેતો હતો. પરિણીતાને તેના સસરા સાથે લફરું હોવાનો વહેમ રાખીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે. જેનાં પગલે પતિ, સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!