Gujarat

સુરત: પૂર્વ BJP નેતાના ભાઈની દાદાગીરી ! કેળાંની લારીવાળા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા…જુઓ વિડીઓ

જાહેર મા હુમલો કરવાની ઘટના ઓ સતત વધી રહી છે હજી તો એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા ની ઘટના શાંત નથી પડી ત્યા હાલ સુરત મા ફરી એક ઘટના સામે આવી છે જેમા એક કેળા વાળા ને ધોકા વડે ફટકા મારવામા આવતો વિડીઓ હાલ સોસીયલ મીડીઆ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે ત્યારે આ ફટકા મારનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.

જો ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો આ ઘટના સુરત શહેર ના ડિંડોલીમાં વિસ્તાર મા બની હતી જેમા રેકડી લઇ ને કેળા એક કિશોર ને પ્લાસ્ટિક ના ડંડા વડે ફટકા મારવા મા આવ્યા હતા. કહેવામા આવી રહ્યુ છે કે કાયદો હાથ મા લેનાર વ્યક્તિ મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાનો ભાઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​

જ્યારે આ ઘટના મા ભોગ બનનાર કિશોર ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર મા રોડ પર રેકડી મા કેળા વેંચતો હતો. ત્યારે અચાનક જ એક વ્યક્તિ આવ્યો હતો અને ત્યાથી દુર જતા રહેવા જણાવ્યુ હતુ અને સાથે ધોકા વડે કીશોર ને માર મારવા લાગ્યો હતો જ્યારે આ ઘટના પગલે આજુબાજુ રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. જ્યારે આ ઘટના નો વિડીઓ કોઈ સ્થાનિક લોકો દ્વારા મોબાઈલ મા ઉતારવા મા આવ્યો હતો અને સોશિયલ મિડીઆ પર વાયરલ કરવા મા આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!