રેલ્વે મા નોકરી મેળવા આ યુવાને એવું ઘપલુ કર્યુ કે જાણી ને તમારી આંખો ફાટી જશે ! ડમી ઉમેદવારની અંગુઠા ની ચાંમડી…
આજના સમયમાં દરેક વ્યક્તિને સરકારી નોકરી મેળવવી છે, ત્યારે હાલમાં રેલવેમાં નોકરી મેળવવા માટે યુવાને એવું કામ કર્યું કે તમે જાણીને ચોંકી જશો. વાત જાણે એમ છે કે, હાલમાં જ
રેલ્વે મા નોકરી મેળવા આ યુવાને એવું ઘપલુ કર્યુ કે જાણી ને તમારી આંખો ફાટી જશે ! ડમી ઉમેદવારની અંગુઠા ની ચામડી…
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં રેલવે રિક્રુટમેન્ટની ઓનલાઇન પરિક્ષા દરમિયાન બોગસ ઉમેદવાર ઝડપાતા ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રેલવેની નોકરી મેળવવા માટે અસલી ઉમેદવારે પોતાનો અંગુઠો ધગધગતા તવા ઉપર મૂકી ફોલ્લો થયા બાદ ચામડી કાઢી હતી.
એ જાણીને તમારું હૈયુ કંપી જશે કે, એ ચામડી પરિક્ષા આપનાર ડમી ઉમેદવારના અંગુઠા ઉપર લગાવી હતી. રેલવેમાં નોકરી મેળવવા માટે બિહારના યુવાનની વાત સાંભળી પોલીસ ચોકી ગયેલ.આવી રીતે કેટલા લોકો પરીક્ષા આપી ગયા એ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે વધુ જાણીએ તો વડોદરા જિલ્લાના વાસણા કોતરિયા ખાતે રહેતા જસ્મીનકુમાર ગજ્જર ટીસીએસ માં ઓપરેશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં ઓનલાઇન રેલવે, બેંક સ્ટાફ, સિલેક્શન બોર્ડ, ઓએનજીસીમાં રિક્રુટમેન્ટની પરીક્ષા યોજાતી હોય છે. આઈ ઓ એન ડિજિટલ જોન આઈડીઝેડ ટુ અનંતા ટ્રેડર્સ સેન્ટર ખાતે સોમવારે રેલવે રિક્રુટમેન્ટ લેવલ એકની પરીક્ષા યોજાઇ હતી.
પરિક્ષા નિરીક્ષક અખિલેન્દ્રસિંહ સિકવિઝન ડિવાઇસ મારફતે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી રહ્યા હતા. તે સમયે ઉમેદવાર મનીષકુમાર શંભુપ્રસાદની ફિંગર પ્રિન્ટનું વેરિફિકેશન થયું ન હતું. બીજા વેરીફિકેશનના ત્રીજા ટ્રાયલમાં ઉમેદવારના અંગુઠા ઉપર સેનેટાઇઝર લગાવતા તેના અંગુઠાની ચામડી નીકળી ગઇ હતી. પોલીસે ઉમેદવારની પૂછપરછ કરતા મનીષ કુમારના નામે આવેલ ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે રેલવેની પરિક્ષા આપવા આવેલા અસલી અને નકલી બંને ઉમેદવારની કોવિડ ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
ધોરણ-12 પાસ અસલી પરિક્ષાર્થી મનીષકુમાર શંભુપ્રસાદ ગ્રામે રેલવેમાં નોકરી મેળવવા માટે ઓન લાઇન પરિક્ષા આપવાની હતી. આથી તેનાજ ગામમાં રહેતા અને પોતાના કરતા હોશિંયાર ધોરણ-12 પાસ રાજ્યગુરુ ગુપ્તાની મદદ લીધી હતી. હાલ ભેજાબાજ ડમી ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા અને અસલી પરિક્ષાર્થી મનિષકુમાર ગ્રામ પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેઓના રિમાન્ડ મેળવવાની હાથ ધરવામાં આવી છે.